- 1925માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી રાણપુર શહેર આવ્યા હતા
- સત્યાગ્રહમાં રાણપુર મહત્વની છાવણી હતી
- રાણપુર શહેરનો દાંડી યાત્રા સાથે નાતો જોડાયેલો છે
બોટાદઃ દાંડી યાત્રાને 74 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ રાજ્યમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાશે, ત્યારે રાણપુર બ્રિટિશનું શહેર હતું. જેને લઈ શહેરનો દાંડી યાત્રા સાથે અનેક નાતો જોડાયેલો છે. 1925માં સૌ પ્રથમવાર મહાત્મા ગાંધીજી રાણપુર શહેર આવ્યા હતા અને ફૂલછાબ અને જન્મ ભૂમિ પેપરના સ્થાપક અમૃતલાલ શેઠને મળ્યા હતા. ગાંધીજીએ રાણપુર શહેરની ત્રણ વાર મુલાકાત લીધી હતી. જે મુલાકાતમાં તેઓ ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠને મળ્યા હતા. જેમાં ખાસ કરીને ધોલેરા સત્યાગ્રહમાં રાણપુર મહત્વની છાવણી હતી. સમગ્ર કાઠીયાવાડમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ અહીંયા ભાગ લેવા આવતા હતા.