ગુજરાત

gujarat

ETV Bharat / state

ધંધુકા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પ્રથમ રાઉન્ડનો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો - અમદાવાદનાસમાચાર

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ધંધુકા તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતુ. કોરોના મહામારીના સમયે સરકારી ડોક્ટરો, સ્ટાફ નર્સ, મેલ ફિમેલ હેલ્થ વર્કરો, આર.એમ.એસ હોસ્પિટલના ડોક્ટરો તેમજ અન્ય હોસ્પિટલ સ્ટાફ સહિતના કોરોના વોરિયર્સ ને ફ્રીમાં રસી આપવામાં આવી હતી.

ધંધુકા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પ્રથમ રાઉન્ડનો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
ધંધુકા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પ્રથમ રાઉન્ડનો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

By

Published : Jan 23, 2021, 8:03 AM IST

  • રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે પ્રથમ તબક્કાનો વેક્સિનેશન કાર્યક્રમ
  • રજીસ્ટેશન થયેલ 110 કોરોના વોરિયર્સ ને અપાયા રસીના ડોઝ
  • રેફરલ હોસ્પિટલના ડો વાહીયાન માસ્તરે સૌપ્રથમ રસીનો ડોઝ લીધો
    ધંધુકા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પ્રથમ રાઉન્ડનો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ (ધંધુકા) :ભારત સરકારના વેક્સિનેશન અંતર્ગત રેફરલ હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન થયેલ કોરોના વોરીયસ ને આજે આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક કોરોના વોરિયર્સ ક્રમશ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હાથ સેનેટાઈઝર કરવામાં આવેલ, થર્મલ ગન થી ટેમ્પરેચર માપવામાં આવેલ ત્યારબાદ વેક્સિન રૂમમાં પ્રવેશ આપવામાં આવતો હતો. જ્યાં વ્યક્તિને રસી આપવામાં આવતી હતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રસીના ડોઝ બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં રસીના ડોઝ લેનારને બેસાડવામાં આવ્યા હતા.જે સમય દરમિયાન કોઈ આડઅસર થતી તો નથી ને તે અંગે પણ કાળજી લેવામાં આવતી હતી.

"CHC હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર વાહીયન માસ્ટરનો લોક સંદેશ"

કોરોના વેક્સિન અંતર્ગત તમામ સરકારી ડોક્ટરોમાં ડોક્ટર ઉદિત ભાઈ જુવા લિયા હોસ્પિટલના અધિક્ષક, ડોક્ટર ભાવેશભાઇ, ખાનગી હોસ્પિટલના ડોક્ટર દિલીપભાઈ બારડ, આરએમએસ હોસ્પિટલના તમામ ડોક્ટર સ્ટાફ ઉપસ્થિત રહી રસીનો ડોઝ લીધા હતા.રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર રસી લીધાના દોઢ કલાક બાદ દોઢ કલાક બાદ ઈટીવી ભારતના પ્રતિનિધિને જણાવ્યું હતુ કે, તેમને કોઈપણ જાતની સાઇડ ઇફેક્ટ જણાતી નથી. હું તમામ લોકોને અનુરોધ કરું છું કે આ રસી થી કોઈ આડઅસર થતી નથી. તેથી તમામ લોકોએ રસી લેવી જોઈએ કોરોના વોરિયર્સ તરીકે પસંદગી કરાઈ અને આજે રસી આપવામાં આવી તે બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર નો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો

રસીથી આડઅસરની હજુ સુધી કોઈ ફરિયાદ નહિ

ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ ને પ્રથમ તબક્કાનો કોરોના સામે રક્ષણ મેળવવા ભારત સરકાર દ્વારા વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલ વિવિધ જિલ્લા તાલુકા મથકોએ ક્રમશઃ રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેમાં આજે ધંધુકા ખાતે 110 કોરોના વોરિયર્સ ને રસીનો ડોઝ આપવામાં આવેલ પરંતુ કોઈપણ વ્યક્તિએ રસીથી આડઅસર થતી હોય તેવી કોઈ ફરિયાદ નથી.



ABOUT THE AUTHOR

...view details