છેલ્લા દિવસોમાં રાજ્યમાં દલિતો પરના અત્યાચારોમા વધારો થયો છે. હાલમાં જ બોટાદના સરવઈ ગામના રાજુવાળાની હત્યા કરવામાં આવી છે અને કડીના લહોર ગામે દલિતો પર અત્યાચાર થયો છે. આ બધી બાબતોને કારણે ભદ્રાવડી ગામના ગ્રામપંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિજયભાઈએ દલિતોને ન્યાય અપાવવા બાબતે પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવેલ હતું.
રાજ્યમાં દલિતો પર થતાં અત્યાચારોને લઈ દલિત સમાજ પ્રતીક ઉપવાસ પર - BTD
બોટાદઃ શુક્રવારે બોટાદ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, નવસર્જન ટ્રસ્ટ તથા બોટાદ જિલ્લાના દલિત સમાજ પર ગુજરાતમાં થયેલ દલિતો ઉપરના અત્યાચારને લઈ સમાજના આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું.
રાજ્યમાં દલિતો પર થતાં અત્યાચારોને દલિતો સમાજે પ્રતીક ઉપવાસ પર બેઠા
ત્યારબાદ બોટાદના કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં દલિતો પર થતા અત્યાચાર બાબતે જો કોઈ ન્યાય આપવામાં નહીં આવે તો, ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ ઉપવાસ આંદોલનમાં બોટાદ જિલ્લાના દલિત સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા.