- મુંદ્રામાં યુવાનની કસ્ટોડિયસ ડેથ મામલે ગઢડામાં બાઇક રેલી યોજાઈ
- જવાબદાર પોલીસ અધિકારીઓ પર તાત્કાલિક પગલાં લેવા અપીલ
- સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે
કચ્છઃ જિલ્લાના મુંદ્રામાં યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલાના પડઘા બોટાદ જિલ્લામાં પડ્યા છે. ગઢડા તાલુકામાં એક સમાજ દ્વારા બાઈક રેલી યોજી ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે તાત્કાલીક પગલા ભરવા માગ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે તેવી એક સમાજે ચીમકી ઉચ્ચારી છે.