ગુજરાત

gujarat

ETV Bharat / state

11થી 30 એપ્રિલ સુધી BAPS સાળંગપુર મંદિર રહેશે બંધ - કોરોના સંક્રમણ

સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતાં કેસોને ધ્યાને લઈને 11 એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી સાળંગપુર મંદિર અને તેની નીચે આવતા તમામ મંદિરોને બંધ કરવામાં આવ્યા છે.

Botad
Botad

By

Published : Apr 12, 2021, 7:32 AM IST

  • 30 એપ્રિલના રોજ મંદિર ખોલવાનો આગામી નિર્ણય લેવામાં આવશે
  • મંદિરમાં ઉતારા, ભોજનાલય તેમજ દર્શન બંધ કરવામાં આવ્યા
  • હરિભક્તોને નહીં મળે મંદિરમાં પ્રવેશ

બોટાદ: જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને મંદિરો લોકોનો ઘસારો થતો હોય છે. જેને લઈ અનેક મંદિરો દ્વારા બંધ રાખવાના નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર અને તેના નીચે આવતા તમામ મંદિર બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

11થી 30 એપ્રિલ સુધી BAPS સાળંગપુર મંદિર રહેશે બંધ

મંદિરમાં ઉતારા, ભોજનાલય તેમજ દર્શન બંધ કરવામાં આવ્યા

સમગ્ર ગુજરાતમાં રેકોડબ્રેક કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે દિવસેને દિવસે કોરોનાના કેસોની પરીસ્થિતિ વિકટ બની રહી છે. બોટાદ જિલ્લામાં પણ પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને મંદિરો લોકોનો ઘસારો થતો હોય છે. જેને લઈ અનેક મંદિરો દ્વારા બંધ રાખવાના નિર્ણય લેવામાં આવ્યા છે.

મંદિરમાં ઉતારા, ભોજનાલય તેમજ દર્શન બંધ કરવામાં આવ્યા

આ પણ વાંચો: કોરોનાએ માજા મૂકીઃ એક સાથે 9 એમ્બ્યુલન્સના શોરથી ભાવનગરવાસીઓના હ્રદય કંપી ઉઠ્યા

30 એપ્રિલના રોજ મંદિર ખોલવાનો આગામી નિર્ણય લેવામાં આવશે

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર BAPS મંદિર દ્વારા ખૂબ મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર અને તેના નીચે આવતા તમામ મંદિર બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન માટે હરીભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે તેમજ મંદિરના તમામ મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ મદિરમાં ઉતારા, ભોજનાલય અને દર્શન બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલ મંદિર ખોલવા માટેનો આગામી નિર્ણય લેવામાં આવશે.

હરિભક્તોને નહીં મળે મંદિરમાં પ્રવેશ

વેપારીઓએ નગરપાલિકાના નિર્ણય સાથે સહમતી બતાવી

ગુજરાતમાં દિવસેને દિવસે જે પ્રમાણે સતત પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અનેક જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. બોટાદ જિલ્લામાં દિવસે ને દિવસે સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં હાલ 56 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. કોરોનાનું સક્રમણ રોકવા માટે બોટાદ નગરપાલિકા દ્વારા રવિવારે એક દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

30 એપ્રિલના રોજ મંદિર ખોલવાનો આગામી નિર્ણય લેવામાં આવશે

આ પણ વાંચો: બોટાદમાં બંધને લઈને શહેરના વેપાર-ધંધા રહ્યા બંધ

લોકડાઉનની જાહેરાત થતા તમામ દુકાનો જડબેસલાક બંધ

વહેલી સવારથી જ બોટાદ શહેરની તમામ દુકાનો જડબેસલાક બંધ જોવા મળી છે. નગરપાલિકા દ્વારા શહેરના શાકમાર્કેટ, ટાવર રોડ, હવેલી ચોક, હીરાબજાર જેવા વિસ્તારમાં સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી તેમજ બોટાદ નગરપાલિકાના પ્રમુખે જણાવેલું કે, શહેરમાં જે પ્રમાણે કેસો વધી રહ્યા છે, તેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details