ગુજરાત

gujarat

ETV Bharat / state

સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સુંદરકાંડ કથા-અન્નકૂટનું ઓનલાઈન આયોજન - Sunderkand in Kashtabhanjan Hanumanji temple

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સુંદરકાંડ કથાનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો દર્શનનો લાભ ફક્ત ઓનલાઇન લેવા જણાવવામાં આવ્યું છે. મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી તરફથી આ પ્રસંગનો online youtube ઉપર સાળંગપુર હનુમાનજીના અધિકારીક ચેનલ પર તથા સ્વામિનારાયણ ચેનલ પર લાભ લેવા હરિભક્તોને જણાવવામાં આવ્યું છે.

 કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર શ્રાવણ માસ દરમિયાન સુંદરકાંડ કથા તથા અન્નકૂટનું આયોજન
કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર શ્રાવણ માસ દરમિયાન સુંદરકાંડ કથા તથા અન્નકૂટનું આયોજન

By

Published : Jul 19, 2020, 2:13 PM IST

  • સાળંગપુર મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સુંદરકાંડ કથા-અન્નકૂટનું આયોજન
  • દર્શનનો લાભ ફક્ત ઓનલાઇન લેવા જણાવવામાં આવ્યું
  • youtube ઉપર સાળંગપુર હનુમાનજી ઓફિસિયલ તથા સ્વામિનારાયણ ચેનલ પર લાભ લેવો
  • વક્તા પરમ પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા
    કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર શ્રાવણ માસ દરમિયાન સુંદરકાંડ કથા તથા અન્નકૂટનું આયોજન

બોટાદઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સુંદરકાંડ કથાનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો દર્શનનો લાભ ફક્ત ઓનલાઇન લેવા જણાવવામાં આવ્યું છે.

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સુંદરકાંડ કથાનું ઓનલાઈન આયોજન તારીખ 21/ 7 /2020 થી તારીખ 19 /8 /2020 સુધી દરરોજ રાત્રે 9:00 કરવામાં આવેલુ છે. જેમાં વક્તા પરમ પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા દ્વારા શુ મધુર શૈલીમાં કથા શ્રવણ કરાવવામાં આવશે.

મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી તરફથી આ પ્રસંગનો online youtube ઉપર સાળંગપુર હનુમાનજી ઓફિસિયલ તથા સ્વામિનારાયણ ચેનલ પર લાભ લેવા હરિભક્તોને જણાવવામાં આવે છે. વિશેષમાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે લઘુ મારૂતિ યજ્ઞ કરવામાં આવશે. જેમાં દરરોજ બ્રાહ્મણો દ્વારા સેવા લખાવેલી યજમાનોના નામ સંકલ્પ સાથે દાદાના પ્રસન્ન આર્થી પૂજનવિધિ તથા હવન કરવામાં આવશે.

કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર શ્રાવણ માસ દરમિયાન સુંદરકાંડ કથા તથા અન્નકૂટનું આયોજન

આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન આવતા દરેક શનિવારે મીઠાઈ, ફળ, ડ્રાયફુટ, ચોકલેટ વગેરેના અલગ-અલગ અન્નકૂટ ધરાવવામાં આવશે. આવા અલૌકિક મારુતિ યજ્ઞ અને અન્નકૂટની સેવાનો લાભ ઓનલાઇન લેવા હરિભક્તોને અનુરોધ કરવામાં આવે છે. તેમ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી તરફથી જણાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details