ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદ્યાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી - botad news

બોટાદની સમન્વય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના જાગુતી અંગે શહેરના મુખ્ય માર્ગો ઉપર જન જાગુતી અગેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં પત્રિકાઓ લઈ લોકોને કોરોનાથી બચવા તમામ નિયમોનું પાલન કરવાની સહિતના તકેદારી રાખવા જણાવ્યું હતું.

વિધાર્થીઓ બેનરો અને પત્રિકાઓ સાથે જોવા મળ્યા
વિધાર્થીઓ બેનરો અને પત્રિકાઓ સાથે જોવા મળ્યા

By

Published : Mar 14, 2021, 3:37 PM IST

Updated : Mar 14, 2021, 4:14 PM IST

  • સમન્વય ઇન્સ્ટિયુટ ઓફ ફાર્મસ્યુટિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ રેલી કાઢી
  • વિદ્યાર્થીઓએ કોરોનાથી બચવા તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી
  • વિદ્યાર્થીઓ બેનરો અને પત્રિકાઓ સાથે જોવા મળ્યા
    સમન્વય ઇન્સ્ટિયુટ ઓફ ફાર્મસ્યુટિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ રેલી કાઢી

આ પણ વાંચોઃખંભાતની 2,300થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજના 4 પ્રોફેસર કોરોના સંક્રમિત

બોટાદઃ સમગ્ર દેશમાં ફરી ધીમે ધીમે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેમજ ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો કોરોનાને ગભીરતાથી નથી લઈ રહ્યા. લોકોમાં કોરોના અગે જાગૃતી આવે તેવા સદેશ સાથે બોટાદ જ્યોતિ ગ્રામ સર્કલ પાસેથી સમન્વય ઇન્સ્ટિટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરના દિન દયાળ ચોક, હવેલી ચોક, એસ. ટી. ડેપો સહિતના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી. જેમાં વિદ્યાર્થીઓના હાથમાં જન જાગુતી અગેના બેનરો અને પત્રિકાઓ સાથે જોવા મળ્યા હતા અને લોકો કોરોનાના નિયમોનું પાલન કરે તેવી અપીલ કરી હતી.

વિધાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી

આ પણ વાંચોઃકોરોનાનો ગ્રાફ સતત વધ્યો, 24 કલાકમાં 775 પોઝિટિવ કેસ 2 મોત

Last Updated : Mar 14, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details