ગઢડા મંદિરમાં સંતો સાથે પોલીસ અધિકારીના ગેરવર્તન અંગે એસપી સ્વામી 'કમલમ' માં કરી રજૂઆત - ગોપીનાથ મંદિર વિવાદ
બોટાદના ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા હતા. મંદિરના સંતો સામે ગઢડા Dy.Sp રાજદિપ નકુમના ગેરવર્તન અંગે તેમને સી.આર.પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી.
● ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામીએ સી.આર.પાટીલની મુલાકાત કરી
● આચાર્ય પક્ષના એસ.પી.સ્વામીએ Dy.Sp રાજદિપ નકુમના અયોગ્ય વર્તન સામે પગલાં લેવા રજૂઆત કરી
● ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆતનું આશ્વાસન આપ્યું
ગઢડાઃ બોટાદના ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા હતા. મંદિરના સંતો સામે ગઢડા Dy.Sp રાજદિપ નકુમના ગેરવર્તન અંગે તેમને સી.આર.પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી.
● ગઢડા મંદિરમાં Dy.Sp રાજદિપ નકુમના ગેરવર્તનનો વાઈરલ થયો હતો વીડિયો
બોટાદ જિલ્લાના ગઢડામાં ગોપીનાથ મંદિરના ચેરમેન પદને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. ચેરમેન પદને લઈને મંદિરના સંતોના બે પક્ષ દેવપક્ષ અને આચાર્યપક્ષમાં ચેરમેન પદને લઈને ખેંચતાણ ચાલુ છે. ત્યારે થોડા સમય અગાઉ ગોપીનાથ મંદિરનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગઢડા Dy.Sp રાજદિપ નકુમ સંતોને અપશબ્દો બોલે છે, તેમજ અયોગ્ય વર્તન કરે છે. આ વાતને લઈને ગઢડા મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ રેન્જ આઈજી અને સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. જેને લઇને DGP આશિષ ભાટિયાએ તપાસના આદેશ પણ આપ્યા છે.