બોટાદઃ શહેરમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા સરકારનો તારીખ 1/8/2018નો પરિપત્ર રદ કરવા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે પરિપત્ર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
બોટાદમાં LRD મુદ્દે મહિલાઓ સાથે થયેલા અન્યાય પર કલેક્ટરને આવેદન - પરિપત્ર
બોટાદમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા સરકારનો તારીખ 1/8 /2018નો પરિપત્ર રદ કરવા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ભારત દેશના બંધારણમાં SC, ST અને OBC વર્ગના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપેલ છે. હાલની ભાજપ સરકાર આ બંધારણીય અધિકારો છીનવવાનો પ્રયત્ન કરી રહી છે. LRD ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળ તારીખ 1/ 8 /2018ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના SC, ST, અને OBCની મહિલા ઉમેદવારોને સરકારના નવા પરિપત્રથી SC, ST,અને OBC સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.
આવા સંજોગોમાં SC, ST, OBC સમાજના લોકોને આવા પરિપત્રોથી તેમના હક્ક અધિકાર છીનવી રહ્યાં છે. જેથી આવા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાળા તથા OBC, SCઅને ST સમાજના લોકો તેમજ સમાજના અગ્રણીઓ અને નાગરિકો હાજર રહ્યાં હતાં.