ગુજરાત

gujarat

ETV Bharat / state

Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી - Celebration of Republic Day

રાજ્યકક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય (Republic Day 2023) ઉજવણી બોટાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 74મા પ્રજાસત્તાક પર્વના મહોત્સવમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી
Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 74મા પ્રજાસત્તાક પર્વના મહોત્સવમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

By

Published : Jan 26, 2023, 2:02 PM IST

બોટાદ:ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું.

Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

એકતાનો સંદેશઃ 28 વિવિધ પ્લાટુનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપીને ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગે રંગ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો.

Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

ભારતીય કોસ્ટ ગાર્ડ:74માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આજના પાવન અવસરે પરેડ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડ, ગુજરાત મરીન કમાન્ડો, ચેતક કમાન્ડોઝ, બોટાદ જિલ્લા પોલીસ પ્લાટુન, ભાવનગર જિલ્લા પોલીસ પ્લાટુન, રાજકોટ જિલ્લા મહિલા પોલીસ પ્લાટુન, ગુજરાત જેલ પુરુષ પ્લાટુન, શ્વાનદળ, અશ્વદળ, બેન્ડદળ સહિત 28 પ્લાટુનોમાં 920 જેટલાં સુરક્ષા દળના જવાનો સહભાગી બન્યા હતા.

Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

અશ્વદળનું કૌશલ્યઃ આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક મોટર સાઈકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવવંતા શ્વાનદળ તેમજ અશ્વદળ એ વિવિધ સ્ટંટસ સાથે કૌવત અને કૌશલ્ય દેખાડ્યું હતું.

શક્તિનું પ્રદર્શન:રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સંગીતના તાલે લાઠી ડ્રિલ તેમજ મલખમ દ્વારા અદ્વિતીય શૌર્ય અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 10 કિલોથી વધુ વજન ધરાવતી રાઈફલ્સ સાથે મહિલા પોલીસ કમાન્ડોએ સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈને રોમાંચિત કર્યા હતા.

Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

વીરરસના કાર્યક્રમઃ મહિલા અને પુરુષ પોલીસ જવાનો દ્વારા ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના પાંચ રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

દેશભક્તિના ગીતઃ બોટાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ પ્રખ્યાત રચના 'ચારણ કન્યા', વંદન તુજને મા ભારતી ગીત, કાનુડો કાળજાની કોર ગરબાના તાલ સાથે નૃત્યપ્રસ્તુતિ થકી બોટાદવાસીઓને ડોલાવ્યા હતા.

Republic Day 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 74મા પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

પોલીસ જવાનોને સન્માનિત:રાજ્યપાલના વરદ હસ્તે અને મુખ્યપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં પરેડ કરનાર પ્લાટૂનમાંથી પ્રથમ ક્રમે આવનાર ચેતક કમાન્ડો પ્લાટૂન, બીજા ક્રમે આવનાર રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ પ્લાટૂન તથા ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ પુરુષ પ્લાટૂનને ટ્રોફી એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા.

શુભેચ્છા પાઠવીઃ આ ઉપરાંત, મોટર સાઇકલ સ્ટંટ શોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એસ.આર.પી.જવાનોની ટીમને તથા ડોગ શો, અશ્વ શો, પરેડ પ્લાટૂનમાં ઉત્કૃષ્ટ નિદર્શન બદલ પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વયનિવૃત્ત થઈ રહેલા ગુજરાત પોલીસના અશ્વ - 'શૂન્ય' ને ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુંદર આભૂષણ ઝૂલ પહેરાવીને સન્માનપૂર્વક વય નિવૃત્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરેડમાં સહભાગી થનાર તમામ જવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે જઈને તેમને શુભેચ્છા પાઠવી હતી.

ઉપસ્થિત રહ્યાં:આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણી, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુપ્રસાદજી ટુંડીયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર ખાસ હાજર રહ્યા.

મહેમાનોની ઉપસ્થિતિઃ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમાર, બોટાદ જિલ્લા કલેકટર બીજલ શાહ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા, સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યોએ ખાસ હાજરી આપી છે.

કાર્યક્રમ સંપન્નઃ સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details