ગઢડાઃ ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકો પર ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે. આ બેઠકમાંથી એક બેઠક ગઢડાની પણ છે. જો કે, ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બનાવનારા પ્રિસાઈડિંગ અને પોલીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી. બોટાદમાં આવેલી આદર્શ વિદ્યાલયના સેમિનાર હોલ, પ્રાર્થના હોલ, જ્ઞાનમંદિર વિદ્યાપીઠ અને વીએમએસ મહિલા કોલેજ ખાતે તાલીમ શિબિર યોજવામાં આવી હતી. આ તાલીમમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખી સેનિટાઈઝર, સ્ક્રિનિંગ, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું.
ગઢડા પેટા ચૂંટણી અંતર્ગત પ્રિસાઈડિંગ અને પોલીંગ ઑફિસર્સને તાલીમ અપાઈ - ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રિસાઈડિંગ અને પોલીંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિશાલ ગુપ્તા હાજર રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં અંદાજિત 956 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ. પી. પટેલે તાલીમાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. મદદનીશ ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણે તાલીમાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાની સમજૂતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ તાલીમ કાર્યક્રમમાં અંદાજિત 956 જેટલા તાલીમાર્થીઓ આવ્યા હતા. તાલીમ કાર્યક્રમમાં ટ્રેનરોએ જરૂરી સ્લાઈડ શૉથી તાલીમને વધુ રસપ્રદ બનાવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિશાલ ગુપ્તા, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી તથા અન્ય સબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.