ગુજરાત

gujarat

By

Published : Feb 27, 2021, 4:36 PM IST

ETV Bharat / state

બોટાદમાં ચૂંટણી અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલિસ તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિત પોલીસ સ્ટાફે જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે. મતદાનના દિવસે 1500થી વધારે સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે.

પોલીસ તંત્રનો આખરી ઓપ
પોલીસ તંત્રનો આખરી ઓપ

  • પોલીસ સ્ટાફે જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધર્યું
  • 1500થી વધારે સુરક્ષા કર્મીઓ રહેશે તૈનાત
  • વહીવટ તંત્રએ આપ્યો આખરી ઓપ

બોટાદ : જિલ્લામાં આગામી 28 ફેબુઆરીના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જતા વહીવટીતંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ જિલ્લાના તમામ બુથો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠશે. જેમાં પોલીસ વિભાગે સમગ્ર જિલ્લામાં SRP સ્થાનિક પોલીસ, હોમગાર્ડ જવાનો, મોબાઈલ પેટ્રોલિંગ વાહન મૂક્યા છે.

સુરક્ષા કર્મીઓ રહેશે ખડે-પગે

જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા મસમોટા પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જેમાં SRP, LCB, SOG,સહિતના પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને લોકો ભય મુક્ત મતદાન કરી શકે તે માટે જિલ્લામાં 1500થી વધારે સુરક્ષા કર્મીઓ ખડે-પગે રહેશે તેવું જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ નિવેદન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details