ગુજરાત

gujarat

By

Published : Jan 18, 2021, 2:20 PM IST

ETV Bharat / state

બોટાદમાં 1.68 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું નવું બિલ્ડિંગ

બોટાદ માર્કેટિંગ યાર્ડના સબયાર્ડ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડમાં 1.68 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓફીસ બિલ્ડિંગ અને ખેડૂત આરામ ગૃહ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ, વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા.

બોટાદમાં 1.68 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું નવું બિલ્ડિંગ
બોટાદમાં 1.68 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું નવું બિલ્ડિંગ

  • 1.68 કરોડના ખર્ચે બનાવમાં આવ્યું નવું બિલ્ડિંગ
  • બિલ્ડિંગ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ કરાયું લોકાર્પણ
  • ભાજપ પ્રમુખ સી.આર. પટીલ રહ્યા હાજર

બોટાદ : બોટાદમાં માર્કેટિંગ યાર્ડનું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડ આવેલું છે. જેમાં 1.68 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત આરામગ્રહ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતીબેન શિયાળ, ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ, વિભાવરીબેન દવે , ધારાસભ્ય આત્મારામ પરમાર સહિત યાર્ડના ચેરમેન સભ્યો તેમજ જિલ્લા ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં સી.આર.પાટીલ તેમજ પ્રધાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર. પાટીલનું પ્રધાનો તેમજ જિલ્લા ભાજપ અને યાર્ડ પુષ્પગુચ્છ અને શાલ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બોટાદમાં 1.68 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું નવું બિલ્ડિંગ

ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂતો માટે આરામગ્રહ પણ બનાવવામાં આવ્યું

બોટાદનું સરદાર વલ્લભભાઈ કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ છે. કપાસની સિઝન દરમ્યાન દૂર દૂરથી અહીંયા લોકો આવતા હોય છે. ત્યારે તેમના માટે હવે અહીં રાત્રી દરમ્યાન રહેવાની પણ સુવિધા મળી શકશે. તો આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટીના પ્રેદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પોતાના વકતવ્ય દરમ્યાન ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાર્યકરોના કામ કરવા સૂચના આપી હતી. જે સૂચનાને કાર્યકરો દ્વારા તાળીઓથી વધાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details