બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામમાં રહેતા વિક્રમ નારસંગ અને સંજય રમેશભાઈ સંબંધમાં કાકા ભત્રીજા થાય છે. શુક્રવારે સંજયે પોતાના કાકા વિક્રમને બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ છરી વડે હુમલો કરી હત્યા કરી હતી. જેથી રામપરા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બોટાદ જિલ્લાના રામપરા ગામે ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા - crime in gujarat
બોટાદઃ બરવાળા તાલુકાના રામપરા ગામે કાકાને પોતાના સગા ભત્રીજાની પત્ની સાથે આડાસંબંધ હોવાની ભત્રીજાને શંકા જતાં છરીના ઘા ઝીંકી કાકાની હત્યા કરી હતી. આ બનાવ અંગે બરવાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી પ્રમાણે, સંજયની પત્નીના કાકા વિક્રમ સાથે આડા સંબંધ હોવાની શંકા જતા વાતચીત દરમિયાન ઝઘડો થયો હતો. જેમાં સંજયે કાકા વિક્રમને પોતાની પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા જતા અપસબ્દો બોલી માર માર્યો હતો. મામલો ઉગ્ર બનતા સંજયે કાકા વિક્રમને છરીના ઘા ઝીંકીને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાની જાણ થતા બરવાળા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સાથે જ વિક્રમને ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં બરવાળા હોસ્પિટલમાં ખસેડવામાં આ્યો હતો, જ્યાં તેનુ મોત થયું હતું. આ બનાવ અંગે બરવાળા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.