બોટાદના સાળંગપુર રોડ પર આવેલ સરકારી ગોડાઉન પાસે ડાયાભાઈ દાનાભાઇ ચૌહાણ નામના વ્યક્તિનું જાહેર રોડ પર માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેમજ અન્ય તિક્ષણ હથિયારો વડે હત્યા કરી દેવાઈ છે. હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યુ છે. આ વ્યક્તિનું હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા, બોટાદ શહેરમાં હત્યાના આ બનાવના પગલે અરેરાટી ફેલાઈ છે.
બોટાદમાં જાહેરમાં જ આધેડની હત્યા, લોકોમાં અરેરાટીનો માહોલ - ગુનાખોરી
બોટાદઃ સાળંગપુર રોડ પર સરકારી ગોડાઉન પાસે જાહેર રોડ પર આધેડ વયના વ્યક્તિને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી દેવાઈ છે. જુની અદાવતની રીશ રાખી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બોટાદમાં જાહેરમાં જ આધેડની હત્યા
બનાવની જાણ બોટાદ પોલીસને થતાં બોટાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.