ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ મહાજન વાડી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, સફાઈના નામે મીંડુ - not carry out cleaning

બોટાદઃ શહેરમાં મહાજન વાડી વિસ્તારમાં સ્વચ્છતાના અભાવના કારણે લોકો ગંદકીથી તેમજ કચરાના ઢગલાથી પરેશાન જોવા મળ્યા હતાં. નગરપાલિકા દ્વારા મસમોટી ટેક્સની રકમ ઉઘરાવવા છતાં સફાઈના નામે મીંડુ હોવાથી વિસ્તારના લોકોએ અનેક વાર રજુઆત પણ કરી હતી, પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

બોટાદ મહાજન વાડી

By

Published : Aug 30, 2019, 2:09 AM IST

બોટાદ ખાતે મહાજનની વાડી વિસ્તાર આવેલો છે. આ વિસ્તારની અંદર અનેક હીરાના કારખાનાઓ આવેલા છે. તેમાં આજુબાજુના વિસ્તારના આશરે 20 હજાર જેટલા કારીગરો કામ કરે છે. આ વિસ્તારમાં જ્યાં જોઈએ ત્યાં કચરાના ઢગલા પડેલા છે અને ગંદકીથી ખદબદતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સફાઈ થતી જ નહીં હોય લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં બોટાદ નગરપાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને સફાઈના નામે મીંડુ જોવા મળ્યુ હતું.

બોટાદ મહાજન વાડી

આ વિસ્તારના લોકોની ફરિયાદ છે કે, અમે અવારનવાર રજૂઆત કરવા છતાં બોટાદ નગરપાલિકા તરફથી અમારા વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી નથી અને હાલની ચોમાસાની ઋતુમાં લોકો બિમારીનો ભોગ બને તેવું વાતાવરણ સર્જાયું છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જામેલા છે અને કચરો તથા ઉકરડાના ઢગલા પડયા છે. જ્યારે સરકાર સ્વચ્છતા અભિયાનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં આ વિસ્તારમા સફાઈ થતી ન હોય તેમ જણાય છે. સરકાર લોકો પાસેથી મસમોટી ટેક્સની રકમ ઉઘરાવે છે. તેમ છતાં આ લોકોને કચરાના ઢગ તથા ગંદકી માંથી પસાર થવું પડે છે.

ABOUT THE AUTHOR

...view details