બોટાદ : રાજ્યમાં દેશી દારૂને પગલે અગાઉ પણ અનેકો વખત વિવાદો (Botad Civil hospital) થયા છે અને રાજકીય દેકારા પણ જોવા મળી રહ્યા છે, ત્યારે હાલમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે તંત્ર દોડતું થયું છે. જણાવવામાં (unhygienic Liquor in Botad) આવી રહ્યું છે કે, આ ઘટનામાં 14 લોકો (Serious condition due to Illicit) ગંભીર છે, આ સાથે જ 10 વ્યક્તિના મોતની પણ આશંકા સેવાઈ રહી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર છ વ્યક્તિઓના ધંધૂકા અને બે વ્યક્તોઓના બોટાદ હોસ્પિટલમાં મૃત્યું થયાના અહેવાલ છે. જેમાં એક મહિલા પણ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં વધુ એક લઠ્ઠાકાંડની આશંકા આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલ સોમનાથમાં મહાદેવની પૂજા અને ધ્વજા ચઢાવશે
SIT બનાવી તપાસ કરાશે: આ કેસના પડધા રાજ્યના ગૃહવિભાગ સુધી પડ્યા છે. જેને લઈને સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરીને સમગ્ર કેસની ઊંડી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાવનગર સર ટી હોસ્પિટલના તબીબોની ટીમ પણ રોજીદ ગામમાં રવાના કરી દેવામાં આવી છે. નાયબ કલેક્ટર સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ રોજીદ ગામે પહોંચ્યા છે. DYSPની અધ્યક્ષતામાં ટીમ આ અંગે તપાસ ચાલું કરશે.
આરોગ્ય વિભાગની ટીમના ધામા: બોટાદ જિલ્લામાં આવેલા રોજીદ ગામમાં આશરે 14 લોકોને દેશી દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કુલ 14 લોકોને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે તેમાંથી 10 વ્યક્તિઓના મોતની આશંકા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લઠ્ઠાકાંડ છે કે, પછી આખરે અન્ય બાબત તેના ઉપરથી હજુ તંત્ર તરફથી પ્રત્યુત્તર મળ્યો નથી, પરંતુ પોલીસ તંત્ર ઘટના બાદ દોડતું થયું છે.
કેજરીવાલે કહી આ વાત: બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ અંગે પોરબંદરની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે, દુ:ખની વાત છે કે, લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ તો ગુજરાત દારૂબંધી વાળું રાજ્ય છે. દારૂ ગુજરાતમાં એલાઉ નથી. લોકો જાણે છે કે, ગેરકાયદેસર દારૂ કેટલો વેચાય છે. આ ગેરકાયેદસર દારૂ વેચનારા કોણ છે. જાહેર જીવનમાં રાજકીય સુરક્ષા મળેલી એવા લોકોને. આનાથી થતી રેવન્યૂ ક્યાં જાય છે. આની ઊંડી તપાસ થવી જોઈએ.
રાજ્યમાં વધુ એક લઠ્ઠાકાંડની આશંકા આ પણ વાંચો:આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, હવામાન વિભાગે કરી આગાહી
સરપંચની રજૂઆત: આ કેસમાં રોજીદ ગામના સરપંચે આ પહેલા દારૂના મામલે તંત્રનું ધ્યાન પણ દોર્યુ હતું. દારૂબંધીનો કડક રીતે અમલ કરાવવા માટે પોલીસને પણ પત્ર લખ્યો હતો. જોકે, પોલીસે આ સમગ્ર કાંડ સામે આવતા જુદી જુદી ટીમ તૈયાર કરીને તપાસ ચાલું કરી દીધી છે. નભોઈ અને અણિયારી લઠ્ઠાકાંડના મૂળ મળ્યા છે. કુલ 14 જેટલા લોકોની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.