બોટાદ: શહેરમાં એસ.ટી. ડેપોની બાજુમાં હોમિયોપેથિક ડોકટર તરીકે કાર્યરત એવા ડોકટર જીગ્નેશ હડીયલે ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ નોધાવ્યો છે. ડોકટરે પહેલા પણ ઓપરેશન વગર 20, 21, 24MMની પથરી કાઢી રેકોર્ડ નોધાવ્યો છે. ત્યારે વધુ એકવાર રેકોર્ડ નોધાવ્યો છે.
ડોકટર જીગ્નેશ હડીયલે 2 વર્ષના બાળકને કિડનીમાંથી 4 MMની પથરી ઓપરેશન વગર કાઢી છે. જયારે બીજા 4 વર્ષના બાળકને સાત પથરી 4MMની હતી. જે કિડની તથા યુરિનમાં હતી. જે ઓપરેશન વગર કાઢી ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ નોધાવ્યો છે. જેથી એશિયા ખંડના જજ આલોક કુમારે ડો. જીગ્નેશ હડીયલને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.
ડોક્ટર જીગ્નેશ હડિયલે ખસ ગામના વતની છે.ડોક્ટર જીગ્નેશ હડિયોલે હોમિયોપેથીકનો અભ્યાસ કર્યો અને તેઓનો અભ્યાસ પૂર્ણ થતા બોટાદમાં નાનું એવું ક્લિનિક ખોલી હોમિયોપેથીકની દવા આપવાનું શરૂ કર્યું હતું. તેઓને પથરીના દુખાવાથી પીડિત દર્દીઓ માટે કામ કરવાનું શરૂ કરેલ અને તેઓએ તેમાં સફળતા મેળવેલ ડોક્ટર જીગ્નેશ હડીયલે તેમના હોમિયોપેથીક ડોક્ટરની પ્રેક્ટિસમાં 18 MM ૨૦ MM૨૨ MM ૨૪ MMની પથરીઓ ઓપરેશન વગર ફક્ત હોમિયોપેથીકની દવાથી જ કાઢી આપી હતી.