ગુજરાત

gujarat

ETV Bharat / state

ગઢડા સ્વામિનારાયણ મંદિરની સન્યાસી બહેનો કુદરતી ક્રિયા જતો વીડિયો વાયરલ થતાં વિવાદ - CCTV

બોટાદ જિલ્લામાં આવેલા સ્વામીના ગઢડા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરની સન્યાસી બહેનો કુદરતી ક્રિયા જતો વીડિયો વાયરલ થયો હતો. જે કારણે વિવાદનો વંટોળ સર્જાયો છે. આ વીડિયો ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંચાલક અને કોઠારીએ કર્યો હોવાનો આક્ષેપ પીડિતાએ લગાવ્યો છે.

કુદરતી ક્રિયા જતો વીડિયો
કુદરતી ક્રિયા જતો વીડિયો

By

Published : Sep 1, 2020, 11:13 PM IST

બોટાદઃ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સન્યાસી બહેનોનો કુદરતી ક્રિયા માટે જવાનો વીડિયો વાયરલ કરવા થતા પીડિત બહેનોએ મંદિરના સંચાલકો કોઠારી સ્વામી અને અન્ય લોકો સામે વીડિયો વાયરલ અને હેરાનગતિ કરવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે ગઢડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જો કે, આ બાબતે હજૂ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી નથી.

પીડિત મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંચાલકો સન્યાસી બહેનોને ભજન કિર્તન કરવા દેતા નથી અને તેમને મંદિરમાંથી હાંકી કાઢવામાં માગે છે. આ વિવાદાસ્પદ વીડિયો વાયરલ કરી તેમને અધર્મી સાબીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગઢડા સ્વામિનારાયણ મંદિરની સન્યાસી બહેનનો કુદરતી ક્રિયાએ જતો વીડિયો વાયરલ થતાં વિવાદ

સન્યાસી બહેને જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ મહિલાઓના ચહેરા પણ જોતા નથી, ત્યારે કુદરતી ક્રિયા કરતા હોય તેવો વીડિયો વાયરલ કરવો એ કેટલું ધર્મી છે? ખરેખર તો આવા લોકો જ અધર્મી છે. આ સમગ્ર પ્રકરણ 24મી ઓગસ્ટ હોવાનું સામે આવ્યું છે. 50 જેટલા સન્યાસી બહેન હાલ તેમની સાથે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પોલીસ દ્વારા પણ તેમને મંદિરમાંથી બહાર કાઢવાની અને ભજન કીર્તન ન કરવા દબાણ કરવામાં આવે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ભજન-કિર્તન કરતાં સન્યાસી બહેનોના મંદિર પાસે રાત્રે કુદરતી ક્રિયા કરતા સમયનો CCTV વીડિયો વાયરલ થયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ ન કરતા હવે રાજ્ય મહિલા પંચ સહિત અનેક વિભાગમાં રજૂઆત કરવામાં આવશે. સન્યાસી બહેનો ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details