- ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી દ્વારા પ્રેસ કોંન્ફરન્સનું આયોજન
- પ્રેસમાં ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ દ્વારા કરવામાં આવેલ દાદાગીરી અને ગાળો બોલતો વિડીયો કર્યો વાયરલ
- હરિજીવન સ્વામી દ્વારા એસ.પી.સ્વામી પર લગાવેલ તમામ આક્ષેપને ફગાવ્યા.
- ડી.જી.પી આશિષ ભાટિયા દ્વારા તપસના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા
બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તનને લઈ ચાલતો વિવાદ ચરમસીમા એ પહોચ્યો છે. તાજેતરમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમની દાદાગિરી તેમજ ગાળો બોલતો વિડીયો વાયરલ કર્યો હતો. જે બાદ ડી.જી.આશિષ ભાટિયા દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા.
આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી દ્વારા પ્રેસ કોંન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
રવિવારના રોજ આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી દ્વારા પ્રેસ કોંન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરી એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ચેરમેનની ચેમ્બરમાં ટ્રસ્ટીઓની ચાલતી મિટિંગમાં ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ દ્વારા આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન સહિત શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ અને ચેરમેન રમેશ ભગતને ગાળો આપવામાં આવી હતી.
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામી દ્વાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન આગામી 15મી તારીખે ચેરમેન રમેશ ભગત દ્વારા ટ્રસ્ટીઓની બેઠક બોલાવવામાં આવશે
પહેલા દેવ પક્ષ દ્વારા એસ.પી.સ્વામી કોંગ્રેસમાં છે, તેવા આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં તે તમામ વાતો ખોટી હોવાનું કહ્યું તેમજ બાબરી ધવન્સ સમયે પણ વિશ્વ હિન્દુ પરિષદમાં સાથે હતો અને તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં પણ ભાજપ પ્રેરિત ઉમેદવારના સમર્થનમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને હું ભાજપ છુ પેજ પ્રમુખ તરીકે મારી પાસે કાર્ડ છે જે કાર્ડ પણ રજૂ કરેલું હતું. તેમજ સતા પરિવર્તન થયું છે, તે સ્કીમ મુજબ જ થયું છે અને આગામી 15 તારીખે ચેરમેન રમેશ ભગત દ્વારા ટ્રસ્ટીઓની બેઠક બોલાવવામ આવશે અને બેઠકમાં વહીવટી વિભાગને લઈ ચર્ચા કરવામાં આવશે.