- દેવપક્ષ દ્વારા બેઠક શરૂ કરી પૂર્ણ કરી દેવામાં આવી
- 6 ડિસેમ્બર ના રોજ ચેરમેન પદને લઈ વિવાદ સર્જાયો
- બેઠક મળે તે પહેલાજ વિવાદ સર્જાયો
- પ્રિસાઈડિંગ બુકમાં સહી બાબતે વિવાદ જોવા મળ્યો
બોટાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી બોર્ડની બેઠક મળી હતી. ચેરમેનની ચેમ્બરમાં જતા પહેલા પ્રિસાઈડિંગ બુકમાં સહી બાબતે વિવાદ સર્જાયો હતો. આચાર્ય પક્ષના ચેરમેનના દાવેદાર રમેશ ભગત તેમજ અન્ય ટ્રસ્ટીઓ સહી કરવાની સ્પષ્ટ ના પાડી હતી. કાયદા અને વ્યવસ્થાને ધ્યાને રાખી સહી કરવા માટે દેવપક્ષ તેમજ પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓ બેઠકમાં ન જતા દેવપક્ષ દ્વારા બેઠક શરૂ કરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.
બેઠક મળે તે પહેલા જ વિવાદ સર્જાયો
ગઢડા શહેરમાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ગત ૬ ડિસેમ્બરના રોજ ચેરમેન પદને લઈ વિવાદ સર્જાયો હતો અને ત્યાર બાદ આ વિવાદ સતત ચર્ચામાં જોવામાં મળી રહ્યો છે. ત્યાર બાદ આ સમગ્ર મામલો ભાવનગર ચેરિટી કમિશનર પાસે પહોંચ્યો હતો. જેમાં આચાર્ય પક્ષ દ્વારા ૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ટ્રસ્ટીઓની બેઠક બોલાવી હતી અને દેવપક્ષના હરજીવન સ્વામીએ ૩ જાન્યુઆરી, ૨૦૨૧ના ટ્રસ્ટીઓની બેઠક બોલાવી હતી. જેમાં આ મામલે ભાવનગર ચેરિટી કમિશનરમાં દેવપક્ષ દ્વારા અરજી કરવામાં આવી હતી કે, આચાર્ય પક્ષ દ્વારા ૨ જાન્યુઆરીએ બોલાવેલ બેઠક રદ્દ કરવામાં આવે જેને લઈ આચાર્ય પક્ષની બેઠક ઉપર સ્ટે આપ્યો હતો. આ બેઠક રદ્દ કરવાનો હુકમ કરાયો હતો, ત્યારે રવિવારે દેવપક્ષના હરીજીવન સ્વામી દ્વારા ટ્રસ્ટીઓની બેઠક બોલવામાં આવી હતી, પરતું બેઠક મળે તે પહેલા જ વિવાદ સર્જાયો હતો.
જાણો શું છે સમગ્ર વિવાદનો ઘટનાક્રમ?
ગઢડા ગોપીનાથજી મંદિર આવ્યું ફરી વિવાદમાં
6 ડિસેમ્બર :ગઢડા ગોપીનાથજી મંદિર સતત વિવાદમાં જોવા મળે છે. ત્યારે ફરી એક વખત આ મંદિર વિવાદમાં આવ્યું છે. દેવ પક્ષ સતામાં છે, ત્યારે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત દ્વારા પોતાના સભ્યો સાથે ચેરમેનની ઓફીસ પહોંચી પોતાના ત્રણ સભ્યો સાથે બહુમતી હોવાથી ચેરમેન તરીકે સતા સંભાળી.
ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદને લઈનેે આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેનનો વીડિયો વાઇરલ
7 ડિસેમ્બર :ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદને લઈને આજે આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામીનો વીડિયો વાઇરલ થયો છે.
ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદનો આવ્યો અંત
8 ડિસેમ્બર :સોમવારે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત પોતાના ટ્રસ્ટીઓ સાથે પોતે ચેરમેન પદ સ્વીકારી લીધેલ હોય ત્યારે મંદિર ખાતે દેવપક્ષના ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ અને સંપૂર્ણ બહુમતી હોવાથી ચેરમેન પદ યથાવત રહ્યું.
ગોપીનાથજી મંદિરમાં વકર્યો વિવાદ ,આચાર્ય પક્ષના SP સામે નોંધાવાઇ ફરિયાદ
9 ડિસેમ્બર :ગોપીનાથજી મંદિરમાં વકરેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો ત્યારે મંદિરના ચેરમેને આચાર્ય પક્ષના SP સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે.