- લાઠીદડ ગામે એક મહિલા સહિત ચાર લોકોના મોત
- એક મહિલા સહિત ચારના લોકોના મોત
- પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ આવશે બહાર
બોટાદ: લાઠીદડ ગામે છોટાઉદેપુર જિલ્લાના મજૂરો કામ અર્થે આવ્યા હતા. જ્યાં કોઈ અગમ્ય કારણોસર પાંચ લોકોની તબિયત લથડી હતી. જેમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા. જયારે એક વ્યક્તિને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જયારે આ ચાર મજૂરોના મોત ક્યાં કારણોસર થયા તે અંગેની વધુ તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે.
લાઠીદડ ગામ એક મહિલા સહિત ચાર લોકોના રહસ્યમય મોત મૃતદેહોને પીએમ માટે ખસેડાયા હોસ્પિટલ
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા અમર્તભાઈ પપ્રભુભાઈ પટેલની વાડીએ છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામેથી મજૂરો કામ અર્થે આવ્યા હતા. જેમાં કાંતાબેન ત્રિકમભાઈ નાયક, ત્રિકમભાઈ કુંધનભાઈ નાયક, ફતેસિંગભાઈ લવજીભાઈ બારૈયા ,રતનભાઈ કદુભાઈ નાયક અને એક અન્ય વ્યક્તિની કોઈ કારણોસર તબિયત લથડી હતી. જેમાં એક મહિલા સહિત ચાર મજુરોના મોત થયા હતા. જ્યારે આ ચાર મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ક્યાં કારણોસર મજૂરોના મોત થયા તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ ચાર લોકોના ક્યાં કારણોસર મોત થયા છે, તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.