ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના ચેરમેન સહિત ચાર સભ્યો જોડાયા ભાજપમાં - માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન જોરુભાઈ ધાધલ

બોટાદ : માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા હતા, ત્યારે તેને લઇને બોટાદ ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

yard
બોટાદ માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા

By

Published : Dec 29, 2019, 4:20 PM IST

બોટાદના માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના ચેરમેન ડી. એમ. પટેલ તથા સભ્ય ભીખાભાઈ મેર તથા ભીખાભાઈ રાઠોડ તથા અરવિંદભાઈ સલિયા તમામ ચાર સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન જોરુભાઈ ધાધલ સહિત અન્ય સભ્યો ભાજપમાં જોડાયા હતા, ત્યારે ફરી બીજા ચાર સભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આમ, બોટાદ માર્કેટિંગ યાર્ડના તમામ સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા બોટાદ કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.

બોટાદ માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા

હાલ, બોટાદ માર્કેટીંગ યાર્ડમાં જે કોંગ્રેસની બોડી હતી. તે સીધી ભાજપની બોડી બની ગયેલ છે. આ ચાર સભ્ય વિધિવત રીતે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. તેમજ કોઈની રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી. તેનાથી કંટાળી બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તથા અમોહ શાહ તથા અન્ય ભાજપના કાર્યકરોની હાજરીમાં વિધિવત રીતે આ કોંગ્રેસના ચાર સભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરેલો છે.

બોટાદ માર્કેટીંગ યાર્ડના કોંગ્રેસના ચેરમેન સહિત ચાર સભ્યો ભાજપમાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details