ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં વન મહોત્સવ 2019ની કરાઈ ઉજવણી

બોટાદઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા વન મહોત્સવ 2019 ઉજવાઈ રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વન મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના સમગ્ર પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

botad

By

Published : Sep 7, 2019, 1:28 PM IST

આ કાર્યક્રમ બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો. બોટાદને નવો જિલ્લો બનાવ્યો હોવાથી પોલીસ તાલીમ કેન્દ્રનું બિલ્ડિંગનું નિર્માણ થઇ રહ્યું છે. આ સ્થળે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ આયોજનમાં બોટાદ જિલ્લાના કલેકટર તથા એસ.પી , ડી વાય એસ પી તેમજ બોટાદ જિલ્લાના સમગ્ર પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત બોટાદ જિલ્લાના ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, નગરપાલિકાના પ્રમુખ તથા બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા.

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વન મહોત્સવ 2019 ઉજવાયો

આ કાર્યક્રમ અંગે બોટાદ એસપીએ જણાવ્યુ હતુ કે, પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વિવિધ મુશ્કેલીઓ ઉપસ્થિત થાય છે, ત્યારે વૃક્ષારોપણ કરવુ ખુબ જ જરૂરી છે. જેથી દરેક વ્યક્તિએ એક વૃક્ષ તો વાવવુ જોઈએ અને તેનું જતન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જે કોઈ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અગાઉ વૃક્ષારોપણ કરાયું હોય તેઓને પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details