બોટાદ:નિંગાળા રેલવે સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર ચાર લોકોએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. ભાવનગર થી ઉપડેલી અમદાવાદ સાબરમતી ટ્રેન નીચે એક જ પરિવારના 4 સભ્યોએ પડતું મુકતીને મોતને વ્હાલું કર્યુ હતું. બનાવને પગલે રેલવે પોલીસ અને બોટાદ પોલીસ ઘટના દોડી ગઈ હતી. જો કે એક જ પરિવારના ચાર સભ્ય હોવાને પગલે સમગ્ર પંથકમાં પણ હાહાકાર મચી ગયો છે. આત્મહત્યા પાછળનું કારણ તો સામે નથી આવ્યું પરંતુ પોલીસે બનાવને લઈને તપાસ હાથ ધરી છે.
Mass Suicide: પિતાએ 3 સંતાન સાથે ટ્રેન નીચે પડતું મુક્યું, 2023ના વર્ષના અંત સાથે જિંદગીનો પણ આણ્યો અંત - બોટાદ પોલીસ
એક તરફ લોકો 2023ને વિદાય આપવા માટે અને 2024ના વર્ષને આવકારવા માટે આનંદ અને ઉત્સાહમાં હતાં, ત્યાં એક પરિવાર માટે વર્ષ 2023નો અંતિમ દિવસ તેમના જીવનનો પણ અંતિમ દિવસ બની ગયો હતો. બોટાદ જિલ્લાના નીંગાળા રેલવે સ્ટેશન પાસે 31 ડિસેમ્બરની સંધ્યાએ એક પરિવારે અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
Published : Jan 1, 2024, 1:59 PM IST
એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાત: બોટાદ જિલ્લાના નિંગાળા રેલવે સ્ટેશનથી અલમપર તરફ જવાના માર્ગ ઉપર ત્રણ કિલોમીટર દૂર ભાવનગર થી ઉપડેલી સાબરમતી ટ્રેન નીચે 31 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી 6.15 વાગ્યાની વચ્ચે એક જ પરિવારના ચાર સભ્યોએ ટ્રેન નીચે પડતું મૂકીને જીંદગીનો અંત આણ્યો હતો. ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કરનારા ચાર સભ્યોની જાણ થતાં ટ્રેનને બનાવ સ્થળે થોભવી દેવામાં આવી હતી અને બાદમાં રેલવે તંત્રને જાણ કરતા મૃતકોના મૃતદેહોને હોસ્પિટલ ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે નીંગાળા રેલવે સ્ટેશન માસ્તર પાસેથી મેમો લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પિતા, પુત્ર અને બે દિકરીઓ સાથે આપઘાત:સામુહિક આપઘાતની આ ઘટનાને લઈને બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવળે જણાવ્યું હતું કે, મૃતકો નાના સખપર ગામના રહેવાશી છે. મૃતકોમાં 42 વર્ષીય મંગાભાઈ વિંઝુડા, તેમનો પુત્ર જીગ્નેશભાઈ વિંઝુડા ( 21 વર્ષ) પુત્રી રેખાબેન વિંઝુડા ( 20 વર્ષ) અનેક 17 વર્ષીય પુત્રી સોનલબેન વિંઝુડાનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગાભાઈ હાલમાં જેલમાંથી જામીન પર છૂટ્યા હતા તેઓ મારામારીના બનાવમાં જેલમાં હતા.