બોટાદ જિલ્લામાં 25 જગ્યા પર વેક્સિન કેમ્પ(Vaccine camp)
વેક્સિન સેન્ટર પર મેળાવડા જોવા મળ્યા
સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા
બોટાદ: પટેલ સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના મેગા વેક્સિન કેમ્પ(Vaccine camp)માં સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, બોટાદના પૂર્વ ધારાસભ્ય ડો.ટી .ડી.માણીયા, જિલ્લા વિકાસ અધિકારીએ કેમ્પમાં હાજરી આપી હતી. શું આવી રીતે કોરોનાના કેસોમાં ઘટાડો થશે.
બોટાદમાં 25 જગ્યાઓ પર રસીકરણના કેમ્પ શરૂ
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં બોટાદ જિલ્લામાં 25 જગ્યાઓ પર રસીકરણના કેમ્પો(Vaccine camp) શરૂ છે. ત્યારે બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પટેલ સમાજની વાડીમાં મેગા વેક્સિન કેમ્પનું (Vaccine camp) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, બોટાદના પૂર્વ ધારાસભ્ય ડો.ડી.ડી.માણીયા, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત હાજર રહ્યા હતા.
વેક્સિન કેમ્પમાં કોઈપણ પ્રકારનું સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા ન હતી
મેગા વેક્સિન કેમ્પમાં(Vaccine camp) સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. વેક્સિન લેવા માટે મહિલાઓ અને પુરુષોની લાંબી લાઈનો જોવા મળી હતી. અહી કોઇપણ પ્રકારનું સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. એક બાજુ સરકાર વેક્સિન લેવા માટે લોકોને અપીલ કરે છે કે, વેક્સિન લેવાથી કોરોનાનું સક્રમણ ઘટે છે. પરંતુ અહીં તો વેક્સિન સેન્ટર પર જ લોકોના મેળાવડા જોવા મળ્યા હતા.
સરકાર ધંધા રોજગાર સહિતના લોકો માટે નિર્ણય લઈ રહી છે
એક તરફ રાજ્ય સરકાર દ્વારા હાલના સમયે કોરોના સક્રમણમાં ઘટાડો થતા ધંધા રોજગાર સહિત લોકોને આવા-જવા માટેના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે માત્ર ને માત્ર કોવિડની ગાઈડલાઈન વચ્ચે લોકોને આ છુટછાટ મળે છે આઝાદી નહીં.
કોરોનાની ગાઈડલાઈનની જાહેરાત પણ અમલ નહીં
કેબિનેટ પ્રધાન સૌરભ પટેલની હાજરીમાં આ પ્રમાણે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોઈ ત્યારે ઉર્જા પ્રધાન દ્વારા પણ એક તરફ લોકોને નિયમોનું પાલન કરવું જોઈ તેવી વાતો વચ્ચે માત્ર ને માત્ર જાહેરાત પણ અમલ નહી તેવું આ દ્રશ્ય જોતા લાગ્યું હતું.