બોટાદઃ હાલમાં કોરોના વાઇરસની મહામારી છે અને ઠેરઠેર કોરોનાનો ફેલાવો થતો જાય છે. ત્યારે બોટાદ શહેરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહોતો પરંતુ અચાનક શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિને કોરોનાના લક્ષણો દેખાતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો.
બોટાદમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ
હાલમાં કોરોના વાઇરસની મહામારી છે અને ઠેરઠેર કોરોનાનો ફેલાવો થતો જાય છે. ત્યારે બોટાદમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહોતો પરંતુ અચાનક શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિને કોરોનાના લક્ષણો દેખાતા તેની તપાસ કરવામાં આવેલ હતી. તપાસના અંતે આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો.
બોટાદમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ
શહેરમાં કોરોનાનો કેસ મળતા સરકારી તંત્રમાં દોડધામ મચી હતી. હાલમાં આ વિસ્તારને કોરોન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોગ્ય તંત્ર અને પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી હતી. મળતી વિગત મુજબ આ કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીને સાળંગપુર ખાતે બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.