ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના લાઠીદળ ગામે યોજાઇ પેટા ચૂંટણી, સરપંચે રાજીનામું આપતા ફેર મતદાનનું આયોજન - voters

બોટાદ: જિલ્લામાં આવેલા લાઠીદડ ગામે આજે એટલે કે રવિવારના રોજ સરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉના સરપંચે પોતાના પદ પરથી રાજીનામુ આપતા આ ગામમાં સરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

મતદાન

By

Published : Jun 16, 2019, 5:28 PM IST

બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે ગ્રામ પંચાયતના સરપંચ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને રવિવારની સવારથી જ લોકો મતદાન માટે ઉમટી પડ્યા હતા. આ લાઠીદડ ગામ બોટાદ જિલ્લાનું એક સંવેદનશીલ ગામ ગણાય છે. જેને પગલે અહિંયા સરપંચની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.

મતદારોની કતારો

લાઠીદડ ગામમાં કુલ 16 વોર્ડ છે. તો હાલની ચૂંટણીમાં કુલ 5 ઉમેદવારો વચ્ચે સરપંચના પદ માટેનો ચૂંટણી જંગ જામ્યો છે. આ સરપંચની ચૂંટણીમાં લાઠીદડ ગામમાં કુલ 9600 મતદારો આવેલ છે. જેને યોગ્ય રીતે મતદાન થાય તે માટે સારી વ્યવસ્થા કરવા માટે 8 મતદાન મથકોનું વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદાન મથક

હાલમાં આ લાઠીદડ ગામે અગાઉના સરપંચે રાજીનામું આપતા આ પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવી છે. આ ચૂંટણીની મતગણતરી તારીખ 18 જૂનના રોજ બોટાદ ખાતે જ યોજવામાં આવશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details