- બોટાદ અધિકારીઓ ધોરનિદ્રામાં
- 40 જેટલા વિદ્યાર્થીઓ બસમાં હતા
- નાના વાહન ચલકો અને સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ
બોટાદ: શહેરના સાળગપુર રોડના અન્ડરબ્રિજ આવેલો છે તેમા ગઈ રાત્રીના ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાઈ ગયું. જેમાં આજે વહેલી સવારે સ્કૂલ બસ પસાર થતા બસ ફસાઈ ગઈ હતી અને બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ હતા. અન્ડરબ્રિજ પાણી ભરાતા વાહન ચલકો પરેશાન થઈ ગયા હતા.
અન્ડર બ્રિજમાં બસ ફસાઇ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ગઈ રાત્રી પવન અને વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા બોટાદ શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું પાણી ભરતા નાના વાહનોને ભારે તકલીફ પડી હતી. આજે (બુધવાર) વહેલી સવારે જ્ઞાનમદિર સ્કૂલ બસ અન્ડરબ્રિજમાં પસાર થતા ફસાઈ ગઈ હતી અને બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ હતા .બસ ફસાતા સ્થાનીક લોકોની મદદથી વિદ્યાર્થીઓ ને બસમાંથી ઉતારી લવવામાં આવ્યા હતા.અને બસને ધક્કો મારીને બહાર લાવવામાં આવી હતી.