બોટાદ: કોરોના વાઈરસની મહામારી અનુસંધાને જાહેર પાડવામાં આવેલા લોકડાઉનનો અમલ કરાવવા માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા બુલેટ ચલાવે છે. તેમની સાથે બોટાદ PI આર. બી. કરમટીયા તથા BDS PSI એ.જી.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે બુલેટ તથા બાઈક સાથે ડ્રોન કેમેરાની મદદ લઇ બોટાદથી તાજપર, સરવઇ, લાઠીદડ, પાટી, નિંગાળા, ઉગામેડી, ગઢડા, ગોરડકા, ટાટમ, પીપળીયા, નાગલપર, બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામા આવી રહ્યું છે.
બોટાદ પોલીસ કરી રહી છે બુલેટ પેટ્રોલિંગ, ડ્રોન કેમેરાની મદદથી દાખલ કર્યા 43 ગુના - offenses
બોટાદ પોલીસ ટીમે બુલેટ પેટ્રોલિંગથી ડ્રોન કેમેરાની મદદ લઈ 43 ગુનાઓ દાખલ કર્યા છે. લોકડાઉન તેમજ જાહેરનામાના ભંગ કરનાર સામે બોટાદ જિલ્લા પોલીસે કાર્યવાહી કરી છે.
લોકડાઉનમાં બહાર રખડવા વાળા સાવધાન:પોલીસે ડ્રોન કેમેરાની મદદથી 43 ગુના નોધ્યા
ડ્રોન કેમેરાની મદદથી બીન જરૂરી બહાર આંટાફેરા મારી લોકડાઉનનો ભંગ કરતા ઇસમોને વિરૂદ્ધ 43 ગુનાઓ દાખલ કરવામા આવ્યા છે.
કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને બહાર પાડવામા આવેલા લોકડાઉનનો ભંગ કરવા બદલ 43 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. તેમજ લોકોને પોતાના જ ઘરમા રહેવા સરકારના આદેશનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવે છે અને જો કોઇ બીન જરૂરી બહાર નીકળતા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.