બોટાદ શહેરના વેપારી યુવાન અને પાળીયાદ રોડ પર સુદર્શન નામની દુકાન ધરાવી ચશ્માનો ધંધો કરે છે. વેપારી ભાર્ગવ પંચાલને પૂર્વાયોજીત કાવતરાના ભાગરૂપે અજાણ્યા નંબર પરથી ફોન કરી એક જગ્યાએ મળવા બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમનું અપહરણ કરી પાંચ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. પરંતુ તેમ છતાં આ વેપારી ન માનતા તેનુ શર્ટ કાઢી કાઢી નગ્ન વીડીયો ક્લીપ તેમજ ફોટા પાડી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
વેપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવી 5 લાખની ખંડણી માંગતી 'માહી ગેંગ' ઝડપાઇ - gujarat latest news
બોટાદ: બોટાદ પોલીસને શહેરના પાળીયાદ રોડ પર ચશ્માનો ધંધો કરતા વેપારી યુવાનને માહી નામે અજાણ્યા નંબરથી ફોન કરી હનિટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણી માંગતી 'માહી ગેંગ'ને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ ગેંગના સભ્યો સિલેક્ટેડ યુવાનોને ફોન કરી પોતાની પ્રેમજાળમાં ફસાવતા હતા અને મોબાઇલમાં અશ્લિલ ફોટા અને વિડીયો બનાવી વાયરલ કરવાના બહાને મોટી રકમની ખંડણી માંગતા હતા. બોટાદ પોલીસે લોકોને આવા ઠગ અને લુંટારાઓથી સાવચેત રહેવા અને ખોટા પ્રલોભનોમાં ન ફસાવા ખાસ અપીલ કરી છે.
વેપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણી માંગતી 'માહી ગેંગ' ઝડપાઇ
સમગ્ર મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ગુનાની ગંભીરતા ધ્યાને આરોપીઓને પકડી પાડવા માટે ટીમને સુચના આપી હતી જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર આર.બી.કરમટીયા, એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર સાથે મળી વેપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવનાર આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરી એક પ્રશંસનીય કામગીરી કરી હતી.
Last Updated : Dec 27, 2019, 8:52 AM IST