ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં વધતા જતા કોરોના કેસને લઈને બોટાદ જિલ્લા પોલીસ એક્સન મોડમાં આવી - GUJARTA NEWS

રાજ્યમાં વધતા જતા કોરોના કેસોને લઈ બોટાદ જિલ્લા પોલીસ એક્શનમોડમાં આવી છે. લોકોમાં કોવિડ 19ની ગાઈડલાઈનનો અમલ થાય તેના માટે પોલીસ દ્વારા પોલીસ વાહનમાં ઓડિયો કલીપ સાથે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માસ્ક ન પહેરનાર લોકો સામે માસ્ક ડ્રાઇવ યોજી પોલીસે સ્થળ પર દંડ વસુલ કર્યો હતો સાથે જ લોકો માસ્ક પહેરે તેને લઈ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ અપીલ કરી હતી.

District Police
District Police

By

Published : Nov 24, 2020, 10:58 PM IST

  • માસ્કન ન પહેરનાર લોકો સામે માસ્ક ડ્રાઇવ યોજી
  • પોલીસ દ્વારા સ્થળ પર દંડ વસુલવામાં આવ્યો
  • પોલીસની ગાડીઓમાં ઓડિયો સાથે બોટાદમાં પેટ્રોલિંગ કર્યું


રાજ્યમાં કોરોનાના કહેરને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ 19ની ગાઈડલાઈનનુ લોકો પાલન કરે તેના માટે પોલીસ એક્સન મોડમાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ ફરજીયાત માસ્ક પહેરવું, જાહેરમાં થુકવું નહિ તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવી બાબતોમાં લોકોમાં જાગૃતિ લાવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

માસ્ક ડ્રાઇવ યોજાઇ હતી.

દિવાળીના તહેવારો બાદ કોરોના પોઝીટીવ કેસમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખી બોટાદ પોલીસ પણ એક્સનમોડ છે. ત્યારે મંગળવારના રોજ પોલીસની તમામ ગાડીઓમાં ઓડિયો સાથે પેટ્રોલીંગ કર્વામાં આવ્યું હતુ. બાદ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ નજીક SP હર્ષદ મહેતા સહિતના પોલીસ કાફલા સાથે માસ્ક ડ્રાઇવ યોજી હતી. જેમાં માસ્ક વગરના લોકોને પોલીસ દ્વારા સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ સાથોસાથ સોશિયલ ડિસ્ટન્ટ તેમજ માસ્ક ફરજિયાત પહેરવાની લોકોને અપિલ પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details