- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બોટાદ પોલીસ એલર્ટ મોડ પર
- કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચેકપોસ્ટ ઉભી કરાઇ
- 6 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી
બોટાદ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ એલર્ટ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર પોલીસ વિભાગ દ્વારા કુલ 6 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી. બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની હાજરીમાં જિલ્લામાં આવતા તમામ વાહનોનું ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા પોલીસ એલર્ટ 24 કલાક વાહનોનું ચેકિંગ કરવામાં આવવા છે
બોટાદ જિલ્લામાં નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર અલગ અલગ કુલ 6 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જેમાં શહેરના સાળંગપુર રોડ પર જિલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા દ્વારા ચેકપોસ્ટ ઉપર મુલાકાત લીધી હતી.
તમામ ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત
ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય તેના માટે આ તમામ ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત છે અને 24 કલાક અહીંયા બહારથી આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં કાળા કાચ ન હોય, નંબર પ્લેટ, ન હોય અને ચૂંટણીને લઈ ખાસ કરીને રૂપિયાની હેરાફેરી, હથિયાર અને નશીલા પદાર્થની હેરાફેરી ન થાય તેના માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.