બોટાદઃ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ગઢડાની પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે. તેના અમલ માટે બોટાદ જિલ્લા અધિક જીલ્લાા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી બોટાદ જિલ્લામાં ચૂંટણી સબંધી કોઈ સરઘસ, રેલી, કાફલા કે સમૂહમાં કે કોઈ કાર્યક્રમમાં 5 કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે આચાર સંહિતા અમલમાં છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ વ્યક્તિ, સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સરઘસ, રેલી કે તેવા કોઈ પણ કાર્યક્રમ યોજવાની સંભાવના છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ છે. ભારતના ચૂંટણી પંચના 21 ઓગસ્ટની ચૂંટણી વિષયક કોવિડ-19ના સમય ગાળા દરમિયાન આપવામાં આવેલા વિસ્તૃત માર્ગદર્શિકાના મુદ્દા નં.13(2) મુજબ સુરક્ષા વાહનો (જો કોઈ હોય તો)ને બાદ કરતા દસ વાહનોના બદલે દર 5 વાહનો પછી કાફલો છૂટો પાડવાનો રહેશે. વાહનોના કાફલાના બે સેટ વચ્ચે હાલના 100 મીટરના અંતરના બદલે અડધા કલાકનો સમય ગાળો રાખવાનો રહેશે, જે અન્વયે ભારતના ચૂંટણી પંચના હુકમથી ચૂંટણી સબંધી સમૂહ કે કાફલામાં કે રેલી, સરઘસમાં કોઈ પણ સંજોગોમાં 5 કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપાત્ર નથી, જેને ધ્યાને લઈ બોટાદ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે સમગ્ર બોટાદ જિલ્લામાં ચૂંટણી સબંધી કોઈ સરઘસ કે રેલી કે કાફલા કે સમુહમાં કે કોઈ કાર્યક્રમમાં પાંચ કરતાં વધુ વાહનો રાખી શકાશે નહી કે હંકારી શકાશે નહી.
બોટાદઃ ગઢડા વિધાનસભા ચૂંટણી માટે મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું - અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં મૂકવામાં આવી છે. તેના સુચારૂ અમલ માટે બોટાદ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે જાહેરનામું બહાર પાડ્યું છે. સમગ્ર બોટાદ જિલ્લામાં ચૂંટણી સબંધી કોઈ સરઘસ, રેલી, કાફલા કે સમૂહમાં કે કોઈ કાર્યક્રમમાં 5 કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ગઢડા વિધાનસભા ચૂંટણી માટે મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
આ જાહેરનામામાંથી તમામ પ્રકારના સરકારી, અર્ધ સરકારી વાહનો તથા રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ કે જેમને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય અથવા જેમની જિંદગીને ત્રાસવાદીઓની ધમકીના કારણે જોખમ હોય, તેમને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા માટેના વાહનો ઉપરોકત પાંચ વાહનોની ગણતરીમાંથી બાકાત રહેશે તેમજ આ હુકમ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.