ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ દ્વારા બોટાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં ઉમેદવારોની યાદી જાહેર - gujarat politics

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.

ભાજપ દ્વારા બોટાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં ઉમેદવારોની યાદી જાહેર
ભાજપ દ્વારા બોટાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં ઉમેદવારોની યાદી જાહેર

By

Published : Feb 12, 2021, 8:04 PM IST

  • બોટાદ નગરપાલિકામાં 7 ઉમેદવારોને રિપિટ કરાયા
  • હાલમાં કોઈ ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો નથી
  • તમામ ઉમેદવારો એકસાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે

બોટાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બોટાદ જિલ્લા પંચાયતની 20, તાલુકા પંચાયતની 22, નગરપાલિકાની 44 બેઠકો, બરવાળા નગરપાલિકાની 24 બેઠકો, બરવાળા તાલુકા પંચાયતની 16 બેઠકો, ગઢડા તાલુકા પંચાયતની 22 બેઠકો અને રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે જિલ્લા પ્રમુખ ભીખુભાઇ વાઘેલા દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા હતા.

ગત ટર્મમાં વિજેતા થયેલા 27 ઉમેદવારોમાંથી માત્ર 7ને રિપિટ કરાયા

બોટાદ નગરપાલિકામાં 7 ઉમેદવારોને રિપિટ કરવામાં આવેલા છે. જ્યારે બરવાળા નગરપાલિકામાંથી 10 ઉમેદવારોને રિપિટ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. બોટાદ નગરપાલિકાનાં ગત ટર્મનાં 27 જીતેલા ઉમેદવારોમાંથી 4ને રિપિટ કરાયા છે. બોટાદ તાલુકા પંચાયતમાં પૂર્વ તાલુકા ભાજપનાં પ્રમુખ માણેકબેન મેરને ભાભણ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ મળી છે. ભાજપ દ્વારા યુવાનો અને સામાજિક આગેવાનોને પ્રાધાન્ય અપાયું છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 6 સભ્યોમાંથી 3ને ટિકિટ

જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં તેમના પત્નીને ભીમદાડ જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવનાં પત્ની રંજનબેન જાદવને માંડવધાર બેઠક પર ટિકિટ ફાળવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details