બોટાદઃ જિલ્લાના કૃષ્ણસાગર તળાવમાં પાણી આવવાના કારણે બોટાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવે જેથી ખેડૂતોને પણ ખૂબ ફાયદો થાય અને લોકોને પાણીની સમસ્યાથી રાહત થાય. આ સાંભળીને બોટાદની જનતામાં એક અનેરો આનંદ જોવા મળ્યો છે.
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા - saurabbhai Patel
ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે બોટાદ જિલ્લાના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત જળપૂજન કરી મા નર્મદાના નીરના વધામણા કર્યા હતાં. ગુજરાત રાજ્યના ઊર્જાપ્રધાન અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે શનિવારે બોટાદ જિલ્લાની મુલાકાતે છે. ત્યારે તેઓએ બોટાદ જિલ્લા માટે બહુ મહત્વના એવા સૌની યોજના હેઠળ બોટાદના કૃષ્ણસાગર તળાવને ભરવાની લોકોની માંગને લઈને સૌરભ પટેલના હસ્તે સૌની યોજનાના દ્વારા કૃષ્ણસાગર તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું.
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલના હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા
આ તળાવ ભરવાથી બોટાદ શહેરના જમીનતળમાં પાણીનું રીચાર્જ થતા આજુબાજુના ખેતરોના કુવા-બોરમાં પાણીની તેમજ બોટાદ શહેરના લોકોને પાણીની તંગી દૂર થશે.