બોટાદઃ બોટાદ તાલુકાના નાગલપર ગામે ખેતરના રસ્તાની બાબતે થયેલી તકરારમાં ત્રણ શખ્સ પર જીવલેણ હુમલો થયો હતો.
બોટાદના નાગલપર ગામે નજીવી બાબતે 3 શખ્સો પર જીવલેણ હુમલો - લેટેસ્ટ ન્યૂઝ ઓફ બોટાદ
બોટાદમાં ખેતરોમાંં રસ્તાની બાબતને લઈ તકરાર થતા ત્રણ શખ્સો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
બોટાદ તાલુકાના નાગલપર ગામે ખેતરોમાં રસ્તાની તકરાર બાબતે 3 શખ્સો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બોટાદ તાલુકાના નાગલપર ગામે ખેતરની જમીનમાં આવવા જવા માટેનો રસ્તો હોય અને આ રસ્તાની વચ્ચે ખાડા પડેલા હોવાથી તે ખાડા પૂરવા બાબતે તકરાર થતા ત્રણ શખ્સો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં શખ્સોને માથાના ભાગે ગંભીર ઇજા થતા નાગલપરથી પ્રથમ બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજા વધુ ગંભીર હોવાથી ત્યાંથી વધુ સારવાર માટે ત્રણેય શખ્સોને ભાવનગર રિફર કરવામાં આવ્યાં છે.