બોટાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશિત થયો છે. નગીના મસ્જિદ પાસેના સંધિ વાડમાં એક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. શખ્સે જમીન તકરારની રીસ રાખી પરિવાર પર હુમલો કરતા પરિવારના 75 વર્ષીય પિતા નુરાભાઈ જોખીયા અને 48 વર્ષીય પુત્ર ફિરોઝભાઈ જોખીયાનું મોત થયું છે. જ્યારે ફિરોજભાઈની 18 વર્ષીય પુત્રી સલમા જોખીયા ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાઈ છે.
જમીન તકરારમાં શખ્સે 3 લોકો પર કર્યો જાનલેવા હુમલો, 2ના મોત - BTD
બોટાદઃ નગીના મસ્જીદ પાસેના વાડામાં એક શખ્સે જમીન તકરારના કારણે એક પરિવારના ત્રણ સભ્યો પર હુમલો કરતાં પિતા-પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાઈ છે.
hd
આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેમજ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો.