ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરવા અને અભ્યાસની લાયકાત બદલવાના વિરોધમાં બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા અચાનક રદ કરીને આશરે ૧૦ લાખથી વધુ શિક્ષિત બેરોજગારોની મહિનાઓની મહેનત સમય અને નાણાં પર પાણી ફેરવી દેવામાં આવ્યુ. ઉપરાંત ધોરણ 12ની જગ્યાએ સ્નાતક કક્ષાની લાયકાત કરી નાખતા લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય અંધકારમય કરી દીધા છે, આ નિર્ણયથી શિક્ષિત બેરોજગાર યુવાનોની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર - પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
બોટાદઃ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પરીક્ષા રદ થતા તેમજ ધોરણ 12ની જગ્યાએ સ્નાતક કક્ષાની લાયકાત કરવામાં આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કલેક્ટર પાસે રજૂઆત કરી હતી.
બોટાદ જિલ્લાના બિન સચિવાલય ક્લાર્કની ભરતીના વિદ્યાર્થીઓ દ્વારા કલેકટરને જણાવવામાં આવે છે, કે આ સરકાર દ્વારા યુવાનો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થઈ રહો છે અને અચાનક પરીક્ષા રદ કરી નાખતા અને ધોરણ-12 પાસના બદલે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં લેવાના નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જાગ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે, કે અમે લોકોએ છેલ્લા બે વર્ષથી આ પરીક્ષા આપવા અને પાસ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે તેમજ અમારા પૈકી અમુક વિદ્યાર્થીઓએ પોતાની ચાલુ કામ નોકરી ધંધો છોડી અને આ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા અને આ પરીક્ષાને ફક્ત દસ દિવસ બાકી હોય અને આ 10 દિવસ પહેલા આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જો આ નિર્ણયમાં ફેરફાર કરી ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે અને આ રદ કરેલ પરીક્ષા એક માસમાં લેવાનો નિર્ણય કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ અંગે સરકાર તરફથી તાકીદે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે.