- વેપારીઓએ નગરપાલિકાના નિર્ણય સાથે સહમતી બતાવી
- જિલ્લામાં 56 જેટલા એક્ટિવ કેસ
- એક દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી
બોટાદ: ગુજરાતમાં દિવસે ને દિવસે જે પ્રમાણે સતત પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અનેક જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. બોટાદ જિલ્લામાં દિવસે ને દિવસે સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં હાલ 56 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. કોરોનાનું સક્રમણ રોકવા માટે બોટાદ નગરપાલિકા દ્વારા રવિવારે એક દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
એક દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી આ પણ વાંચો:નવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય
લોકડાઉનની જાહેરાત થતા તમામ દુકાનો જડબેસલાક બંધ
વહેલી સવારથી જ બોટાદ શહેરની તમામ દુકાનો જડબેસલાક બંધ જોવા મળી છે. નગરપાલિકા દ્વારા શહેરના શાકમાર્કેટ, ટાવર રોડ, હવેલી ચોક, હીરાબજાર જેવા વિસ્તારમાં સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી તેમજ બોટાદ નગરપાલિકાના પ્રમુખે જણાવેલું કે, શહેરમાં જે પ્રમાણે કેસો વધી રહ્યા છે, તેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:મોરબીમાં વેપારીઓએ પાળ્યું સ્વૈચ્છિક બંધ
સેનિટાઇઝની કામગીરી હાથ ધરી
સેનિટાઇઝની કામગીરી હાથ ધરી છે. લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને માસ્ક પહેરે તેમજ આગામી દિવસોમાં જો બોટાદ બંધ રાખવાની જરૂર પડશે તો વેપારીઓને સાથે રાખીને વધુ નિર્ણય લેવાશે, તો વેપારીઓએ જણાવેલું કે, નગરપાલિકા દ્વારા રવિવારે બંધનો જે નિર્ણય રાખેલો છે તે સારો છે અને આગામી દિવસોમાં જો વધુ બંધ રાખવાનું કહેશે તો અમે તેમની સાથે છીએ.