બોટાદઃ ગુરુવારે બોટાદના ગઢડામાં એક સાથે 18 ધારાસભ્યોએ ધામા નાખતાં રાજકીય હડકંપ મચી ગયો હતો. આ સાથે જ અનેક પ્રકારના તર્ક વિતર્કો પણ શરૂ થયાં હતા. મળતી માહિતી મુજબ આગામી સમયમાં આવી રહેલી રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્યોને સુરક્ષિત રાખવા અને મતદાન પહેલાની જોડ-તોડની ચિંતાજનક પરિસ્થિતિથી બચવા માટે ધારાસભ્યોને અહીંયા લાવવામાં આવ્યા છે.
ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, લલિત વસોયા, શક્તિસિંહ ગોહિલ સહિતના ગુજરાતના 18 જેટલા ધારાસભ્યને લાવવામાં આવ્યા હતા. ધારાસભ્યોના આવવા અંગે પોલીસને જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ગઢડા ખાતે દોડી આવ્યો હતો.