ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વમાં પ્રથમ વાર સંસ્કૃત સંધિને સરળતાથી શીખવા સંધિગીતા તૈયાર - goverment teacher bhavnagar

વિશ્વમાં પ્રથમ ગાતા ગાતા સંસ્કૃત સંધિ સરળતાથી શીખવા "સંધિ ગીતા"ની રચના કરવામાં આવી છે. ભાવનગરના સરકારી શિક્ષકે કરી છે રચના. જાણો શુ છે સંધિ ગીતા.

વિશ્વમાં પ્રથમ સંસ્કૃત સંધિ સરળતાથી શીખવા "સંધિ ગીતા"ની ભાવનગરના સરકારી શિક્ષકે કરી રચના
વિશ્વમાં પ્રથમ સંસ્કૃત સંધિ સરળતાથી શીખવા "સંધિ ગીતા"ની ભાવનગરના સરકારી શિક્ષકે કરી રચના

By

Published : Jan 20, 2023, 1:45 PM IST

Updated : Jan 20, 2023, 2:02 PM IST

વિશ્વમાં પ્રથમ સંસ્કૃત સંધિ સરળતાથી શીખવા "સંધિ ગીતા"ની ભાવનગરના સરકારી શિક્ષકે કરી રચના

ભાવનગર:શહેરના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શિક્ષક સાગર દવેએ "સંધિ ગીતા" ની રચના કરી છે. ગુજરાતીમાં જોડણી અને સંસ્કૃતમાં સંધિ સમાન માનવામાં આવે છે. સંધિ કેટલા પ્રકારની અને સંધિ ગીતા સરળતાથી કઇ રીતે શીખી શકાય છે. સંધી સંસ્કૃતની કઠિન હોય છે ત્યારે સરળતાથી શીખવા સંધિ ગીતાની રચના કરાઈ છે. જાણો શુ છે સંધિ ગીતા.

ભાવનગરના સરકારી શિક્ષકે કરી "સંધિ ગીતા"ની રચના

વિશ્વ ભાષા:સંસ્કૃત ભાષા વિશ્વ ભાષા તરફ બનવા આગળ વધી રહી છે. સંસ્કૃત ભાષામાં સંધિ સૌથી કઠિન માનવામાં આવે છે.પરંતુ ભાવનગરના સરકારી શિક્ષક સાગર દવેએ સંધીને શ્લોકમાં રૂપાંતરિત કરી છે. વિશ્વમાં પહેલી વખત સંધિ શ્લોક મારફત સરળતાથી શીખી શકે છે. ભાવનગરના સરકારી શિક્ષકે સંધિ શીખવા "સંધિ ગીતા" લખી છે. જાણો કેવી રીતે શીખી શકાય છે સંધિ અને શું છે સંધિ.

વિશ્વમાં પ્રથમ સંસ્કૃત સંધિ સરળતાથી શીખવા "સંધિ ગીતા"ની રચના

સંધિ એટલે શું:સંસ્કૃતની સંધિ શીખવા માટે પહેલા ગુજરાતીની જોડણીને સમજવી પડે છે. જોડણી માટે જે રીતે શબ્દ અને અક્ષરોની મિલાવટ થાય છે. એક જોડણી બને છે. તેવી જ રીતે સંસ્કૃત ભાષામાં સંધિ સૌથી કઠિન માનવામાં આવે છે. સંધિ એટલે શું તો તેની શુદ્ધ વ્યાખ્યા છે. "અક્ષરોને જોડે એ સંધિ".જો કે સંધિના પાંચ પ્રકારો છે. જેમાં अच સંધિ, हल સંધિ, विसर्ग સંધિ, स्वादि સંધિ અને प्रकृतिभाव સંધિનો સમાવેશ થાય છે. જો કે આ સંધિના ઉદાહરણ અમે તમને દર્શાવીએ છીએ કે કઈ રીતે સંધિમાં થી એક શબ્દનું નિર્માણ થાય છે. ઉદાહરણ હલ સંધિ 1. अच् + अन्त = अजन्त. 2. जगत् + ईश "= जगदीश: થાય છે.આ સંસ્કૃત ભાષાની સંધિ છે. જેને શીખવા માટે શ્લોકમાં સાગર દવેએ રૂપાંતરિત કરી છે. નવી રચના વિશ્વને પીરસી છે.

"સંધિ ગીતા"ની ભાવનગરના સરકારી શિક્ષકે કરી રચના

આ પણ વાંચો 75 Years of Independence: સોકલ બહેનોએ હજી પણ સાચવી રાખી છે ગાંધીજીની ચાંદીની ટ્રે

સૂત્ર અને પરંપરા:ભાવનગર શહેરમાં માનભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા દ્વારા શિક્ષણ પદ્ધતિઓ વિશ્વને આપવામાં આવી છે. ત્યારે ભાવનગરના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષક સાગરભાઇ દવે જણાવ્યું હતું કે હિન્દી ગુજરાતી અને સંસ્કૃતમાં સંધિ અટપટી અને કઠિન છે. આપણા મહર્ષિ પતંજલિ કાત્યાયન સૂત્ર અષ્ટાધ્યાયમાં અને મહર્ષિ પાણીમાંએ સૂત્ર બનાવેલા છે. પરંતુ આ સૂત્ર પરંપરા પ્રાચીન પરંપરા છે જે અત્યારના અભ્યાસમાં સમાવેશ થયો નથી. ત્યારે આ સંધિને ગાયને યાદ રાખી શકાય તે માટે પ્રાથમિક શિક્ષણથી પીએચડી સુધીના વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે તેવો પ્રયાસ કર્યો છે. પાંચ સંધિના નિયમોને તેને અનુષ્ટુપ છંદમાં શ્લોક બંધ કરીને સંધી ગીતાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંધિ ગીતામાં 30 શ્લોક ઉદાહરણ સાથે મૂકવામાં આવ્યા છે. આમ સંધિ ગીતાની નવી રચના કરી છે જેને ગાયને સરળતાથી યાદ રાખી શીખી શકાયછે.

શિક્ષક સાગર દવેએ "સંધિ ગીતા" ની રચના કરી

શિક્ષણ સમિતિનું ગૌરવ:ભાવનગર શહેર હંમેશા શિક્ષણ ક્ષેત્રે આગળ રહ્યું છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભાવનગર હંમેશા શિક્ષણની ગંગોત્રી રહી છે.શિક્ષણ પદ્ધતિઓ અને નવા અભિગમો હંમેશા વિશ્વને આપતું રહ્યું છે. ત્યારે ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ 80 ટકા ભાવનગરના શિક્ષણવિદોની શિક્ષણ પદ્ધતિ ઉપર ભાર મૂકીને તેનો અભ્યાસ કરાવવામાં આવે છે. અમારા શિક્ષક સાગર દવેએ સંસ્કૃત શીખવાની મહત્વની સંધિ છે તેની સંધિ ગીતા લખી છે. જે એક નવી રચના વિશ્વને જરૂર મળી છે. સાગર દવે અમારું ગર્વછે.

સંધિ ગીતા"ની રચના

આ પણ વાંચો તાજ મહેલમાં 22 બંધ દરવાજા પાછળનો રાઝ શું છે? જાણો દેશની અજાઈબીની આ અનોખી વાત

સંસ્કૃતમાં સ્ટેટ રિસર્ચ ગ્રૂપ:ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સંસ્કૃતને મહત્વ આપવા માટે ઘણા કાર્ય સરકાર કરી રહી છે. ત્યારે સંસ્કૃત ક્ષેત્રે રચાયેલી સ્ટેટ રિસર્ચ ગ્રુપમાં પણ ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી સાગર દવે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર લાગણી અને રસ ધરાવતા સાગરભાઇ દવે ઇનોવેશન કરવામાં માને છે. તેથી તેને સંધી ગીતાનું નિર્માણ કર્યું છે. જો કે સંસ્કૃતના વ્યાકરણ ઉપર ઘણા કાર્ય થયા છે. પરંતુ સંસ્કૃતની સંધિ એટલે કે ગુજરાતીની જોડણી સમાન સંધિ ઉપર કોઈએ કાર્ય કર્યું નથી. જેનો અમને ગર્વ છે કે સંસ્કૃત ભાષામાં સંધી ઉપર સાગરભાઇ દવે સંધી ગીતાનું નિર્માણ કર્યું છે.

Last Updated : Jan 20, 2023, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details