- કેસરિયો માહોલ ઉભો કરવા લોકોને ધજાઓ લગાવવા અપીલ કરતા રથયાત્રા સમિતિના અધ્યક્ષ
- રીક્ષામાં ધજાઓ નથી તો પોસ્ટરો પણ નહીં હોવાથી લોકોમાં પ્રશ્ન શુ રથયાત્રા નીકળવાની છે કે નહીં ?
- સાદગીથી રથ થોભ્યા વગર 7 કલાકમાં નગરયાત્રા પૂર્ણ કરશે સમિતિ
- આ વર્ષે રથયાત્રા નીકળશે તો પ્રસાદી પણ રાખવામાં આવશે નહી.
ભાવનગરઃ શહેરમાં રથયાત્રા નિમિતે દરેક વિધી ભગવાનની કરવામાં આવે છે, પણ શહેરમાં રથયાત્રા નીકળશે કે કેમ તેને લઈને સવાલો ઉભા થયા છે. જો કે, શહેરમાં કેસરિયા જેવો માહોલ જોવા મળતો નથી. કેસરિયો માહોલ ઉભો કરવા માટે સ્વયંભૂ લોકોએ જાગવું પડશે. તે માટે રથયાત્રા સમિતિના અધ્યક્ષે પ્રજાને પણ અપીલ કરી છે.
લોકોના મનમાં પ્રશ્ન કે શું નગરયાત્રા જગન્નાથજીની નીકળશે ?
ભાવનગર શહેરમાં 36મી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે 12 જુલાઈના રોજ નીકળશે તેવી આશા સેવાઇ રહી છે. કારણ કે જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા અત્યાર સુધીની ભગવાનની કરવાની દરેક વિધિ કરી લેવામાં આવી છે. જો કે, એક મહિના પહેલા શહેરમાં ઉભો થતો કેસરિયો માહોલ રથયાત્રાના આડે પાંચ દિવસ છે, છતાં શહેરના માર્ગો પર જોવા મળતો નથી. રસ્તા, થાંભલા અને રિક્ષામાં, કારમાં વગેરે સ્થળોએ ધજાઓ જોવા મળતી નથી. શહેરનો મુખ્ય ઘોઘાગેટ ચોકમાં લગાવવામાં આવતું ભગવાન કૃષ્ણનું 25 ફૂટનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું નથી. મુખ્ય બજારમાં માત્ર એક ધજા પ્રતીક સ્વરૂપે લગાવવામાં આવી છે, ત્યારે લોકોના મનમાં પણ સવાલ ઉભા થઇ રહ્યા છે કે, રથયાત્રા નીકળશે કે કેમ ? લોકો પાસે પૈસા પણ ન હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી તેમ એક નાગરિક જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Rathyatra 2021: પાટણના જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથના નૌકાવિહાર મનોરથ યોજાયો