ભાવનગરઃસમગ્ર વિશ્વમાં કોરોનાના ભરડામાં દરેક દેશ આવી જતા દરેક વ્યવસાયો ઠપ(Beauty parlor course) થઈ ગયા હતા. મહિલાઓ મારફત જ ચાલતા એક માત્ર બ્યુટી પાર્લરોમાં પણ શાંતિ છવાઈ ગઈ હતી ત્યારે હવે કોરોના બાદ ખુલેલા વ્યવસાયની સ્થિતિ શું છે અને સ્કિનનું મહત્વ બ્યુટી પાર્લર મહિલાઓ માટે કેટલું જાણો. ફેશન એટલે યુવતીઓને સુંદર દેખાવાના દરેક પ્રકારના શૃંગારોમાં બ્યુટી પાર્લરનો (Beauty parlor)ખાસ સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં વર્ષોથી બ્યુટી પાર્લર ચલાવતા નયનાબહેને કોરોનાકાળ બાદ હવે ફરી જામેલા બ્યુટી પાર્લર વિશે કેટલીક વાતો કરી છે. બ્યુટી પાર્લરમાં અગત્યનો ચહેરો હોય છે. સ્કિનનું કેટલું મહત્વ અને આ મહિલાઓના વ્યવસાય વિશે માહિતગાર થશું આપણે.
આ પણ વાંચોઃફૉર્બ્સની અજબોપતિની સૂચિમાં ટીવી સ્ટાર કાઇલી જેનરે સ્થાન મેળવ્યું
બ્યુટી પાર્લરની કોરોના બાદ સ્થિતિ -ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતા નયનાબહેન અનેક મહિલાઓને તેમને વ્યવસાય અપાવ્યો છે. નયનાબહેનએ જણાવ્યું હતું કે આ વ્યવસાયમાં ખાસ મહિલાઓ હોઈ ત્યારે કોરોનાકાળમાં સંપૂર્ણ કામ બંધ રહ્યું હતું. જ્યારે થોડી છૂટ મળી ત્યારે ઘરે જઈને કરી આપતા હતા. કોરોના બાદ હવે જ્યારે બ્યુટી પાર્લરમાં મહિલાઓ આવતી થઈ છે પરંતુ સામે મેક અપ વગેરે માટેની ચિઝોન ભાવમાં ખૂબ વધારો થયો છે. પરંતુ બ્યુટી પાર્લર બહેનોએ પોતાના ગ્રાહકોની પાસેથી લેવાની કિંમતમાં વધારો કર્યો નથી.