ભાવનગરઃ ઉતરાયણને એક દિવસ બાકી છે ત્યારે પતંગ, દોરી, શેરડી અને ચીકી વગેરેની બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા બજારમાં સુધારો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. ઉત્તરાયણમાં વપરાતા માત્ર પતંગ-દોરી જ નહિ પરંતુ ચીકી, શેરડી, વિવિધ પ્રકારના માસ્ક, પીપુડાં, ફિંગર કવર, રંગબેરંગી ટોપી, ટુક્કલ વગેરેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
પતંગ-દોરી બજાર ઉચકાયુંઃ ભાવનગર શહેરમાં ઉતરાયણને લીધે પતંગ-દોરીની બજાર પણ જામ્યું છે. પતંગના ભાવમાં 5 પતંગે(પંજો) 25 રુપિયાનો વધારો નોંધાયો છે. શહેરમાં વિવિધ કંપનીના દોરીની રીલોના ભાવ 100 થી લઈને 600 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. આ કાચી દોરી ઉપર કલર ચડાવવા માટે માંજાવાળાને ત્યાં પણ 50થી લઈને 150 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. દોરી 900 મીટર, 2500 મીટર અને 5,000 મીટર લંબાઈની વહેચાઈ રહી છે. માત્ર પતંગ-દોરી જ નહિ પરંતુ ચીકી, શેરડી, વિવિધ પ્રકારના માસ્ક, પીપુડાં, ફિંગર કવર, રંગબેરંગી ટોપી, ટુક્કલ વગેરેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
ચીકીની ખરીદી વધીઃઉત્તરાયણમાં ચેન્નાઈ અને સુરત તરફથી આવતી કાળી શેરડીની માંગ વધારે છે. 12 શેરડીના સાંઠા એટલે કે 1 ભારાનો ભાવ 400થી લઈને 600 રૂપિયા સુધીનો ભાવ છે. જ્યારે ગુજરાતની સ્થાનિક લીલી શેરડી 100થી લઈને 200 રુપિયે વેચાઈ રહી છે. શેહરમાં સીંગ, દાળિયા, તલની ચીકી અને મમરા-તલના લાડવા 120થી લઈને 200ની વચ્ચે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.