સમગ્ર દેશમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ નેતાઓ CAAના સમર્થનમાં મેદાનમાં ઉતરી લોકોને CAAનો ફાયદાઓ જણાવી રહ્યાં છે. જે અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અર્જુનરામ મેઘવાલય પણ ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં. જેમનું સર્કિટ હાઉસમાં સાંસદ ભારતીબેન અને મેયર સહિત અનેક સ્થાનિક નેતાઓએ સ્વાગત કરાયું હતું. જે બાદ તેમણે CAAના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી હતી. જેમાં તેઓએ CAAના ફાયદા અંગે જાણકારી હતી.
Exclusive: CAA ભારતના હિતમાં છે: કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ - Union Cabinet Minister Arjun Ram Meghawale visits Bhavnagar
ભાવનગર: જિલ્લામાં ભાજપ CAAના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાને અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે," CAA અંગે લોકોને જાણકારી આપી હતી. સાથે ભાવનગરના ઉદ્યોગો વિશે વાત કરી હતી." ત્યારે તેમણે સ્થાનિક ઉદ્યોગોમાં થતાં ઘટાડા અંગે મૌન સેવ્યું હતું.
અર્જુન મેઘવાલ
આ કાર્યક્રમ બાદ અર્જુલ મેઘવાલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે CAAના સમર્થન અંગે અને સ્થાનિક ઉદ્યોગો વિશે વાત કરી હતી.
Last Updated : Jan 2, 2020, 8:23 PM IST