ભાવનગરઃ કુંભારવાડા જેવા પછાત વિસ્તારમાં આવેલી ચાણક્ય સરકારી પ્રાથમિક શાળામાં ઘણા સમયથી બે શિક્ષકો વચ્ચે બોલાચાલી થતી આવે છે. જગદીશભાઈ નામના શિક્ષક અન્ય શિક્ષક સાથે વારંવાર ઝઘડાઓ કરતા રહ્યા છે. ઝઘડાઓ જેની સાથે કરવામાં આવતા હતા તે શિક્ષક હતા પ્રવીણભાઈ ચુડાસમા બંને વચ્ચે ઝઘડો થયા બાદ શિક્ષણ સમિતિએ પ્રવીણભાઈને બે ત્રણ દિવસ શાળા બહારની અન્ય કામગીરી સોપી દીધી છે. પ્રવીણભાઈને બહારની કામગીરી સોપાતા પ્રવીણભાઈના વર્ગની વિદ્યાર્થિનીઓ રણચંડી બની અને સામે વાળા શિક્ષક જગદીશભાઈ સામે કેસ કરવાની વાત કેમેરા સામે કરી દીધી હતી. જો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ હાલ મામલો થાળે પાડવા અલગ કર્યા હોવાનું જણાવી રહી છે.
સ્કૂલમાં બે શિક્ષકો બાખડ્યા, વિદ્યાર્થિનીઓએ કેસ કરવાની ચીમકી ઉચ્ચારી - જગદીશભાઈ
ભાવનગરની કુંભારવાડા ચાણક્ય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓનો શિક્ષક પ્રત્યે પ્રેમ છલકાઈ ગયો અને પોલીસ કેસ કરવા સુધીની ચીમકી રડતા રડતા ઉચ્ચારી હતી. આ કિસ્સો ખૂબ જ પછાત વિસ્તારમાં ચર્ચામાં રહ્યો હતો. જો કે તમને પણ એમ થતું હશે કે, વિદ્યાર્થીનીઓ શિક્ષક માટે કેમ કેસ કરવા સુધી પહોંચી ગઈ હતી. આવો અમે તમને વિસ્તારથી જણાવીએ...
બંને શિક્ષકો વચ્ચેના ઝઘડાનું કારણ સામાન્ય વહીવટી પ્રકિયા છે પણ એ બંને વચ્ચેના સંબંધ કદાચ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને નથી. જગદીશભાઈ ડાભી અને પ્રવીણભાઈ ચુડાસમા એક જ સમાજના છે એટલું નહિ બંને સારામાં સારા મિત્રો છે. યારાના ફિલ્મ જેવા સંબંધો અને તેવી જ ઘટના બંને વચ્ચે બની છે. રૂમ પાર્ટનર રહ્યા અને એક સાથે એક જ શાળામાં સરકારી નોકરી મેળવી છે. આજે બંને વચ્ચે ઉભી થયેલી ખટાશ દૂર કરવા શિક્ષણ સમિતિના સભ્ય કમલેશ ઉલવા વચ્ચે આવ્યા છે અને બંનેને અલગ કર્યા છે, જે વિદ્યાર્થિનીઓને પસંદ નથી આવ્યું પણ કમલેશ ઉલવાનું કહેવું છે કે, યારાના ફિલ્મ જેમ બંનેના સંબંધો સુધરી જશે અને સુખદ અંત આવશે.