ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલીતાણામાં મોબાઈલ ઉધાર નહિ આપતા હત્યા કરનાર બે આરોપીને આજીવન કેદ - ભાવનગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક મોબાઈલ ઉધાર નહિ આપતા 19 વર્ષીય યુવકે અન્ય શખ્સો સાથે મળીને દાઝ રાખી દુકાનદારની હત્યા(Murder) કરી હતી. આ એક વર્ષ પહેલાના બનેલા બનાવમાં પોલીસે છ આરોપી ઓની ધરપકડ કરી હતી. જેમાં કોર્ટે( Bhavnagar Court )બે આરોપીને આજીવન કેદની સજા અને દંડ,વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત, ચારનો નિર્દોષ છુટકારો થયો છે.

પાલીતાણામાં ઉધાર મોબાઈલ નહિ આપતા હત્યા કરનાર બે આરોપીને આજીવન સજા કેદ
પાલીતાણામાં ઉધાર મોબાઈલ નહિ આપતા હત્યા કરનાર બે આરોપીને આજીવન સજા કેદ

By

Published : Oct 22, 2021, 9:07 AM IST

  • પાલીતાણામાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા
  • મોબાઈલ ઉધાર નહીં આપવા બાબતે કરી હતી હત્યા
  • કોર્ટે બે આરોપીને આજીવન કેેદની સાજા કરી

ભાવનગરઃ પાલીતાણામાં એક વર્ષ પહેલાં મોબાઈલ ઉધાર નહિ આપતા 6 શખ્સોએ મળીને મોબાઈલના દુકાનદાર પર જીવલેણ હુમલો(Attack) કરતા તેનું મોત થયુ હતું. બનાવ બાદ 6 આરોપી પકડાયા બાદ કોર્ટે( Bhavnagar Court )બે શખ્સોને આજીવન કેદની (Life imprisonment) સજા ફટકારવામાં આવી છે.

મોબાઈલ ઉધાર બાબતે જીવલેણ હુમલો

પાલીતાણામાં રહેતા ઉસમાનભાઈ સુવાલીભાઈ સૈયદના પુત્ર અયુબને પાલીતાણામાં મોબાઇલની દુકાન (Mobile shop in Palitana)આવેલી હતી. આ દુકાને અમીન ઉર્ફે (આમીન) ઇબ્રાહિમભાઈ ઉર્ફે (ઇબુ) દલ ઉધાર મોબાઈલ લેવા ગયા હતા. જેની અયુબભાઈ દુકાનદારે ઉધાર મોબાઈલ આપવાની મનાઈ ફરમાવી હતી. જેની દાઝ રાખીને આમીન ઇબ્રાહિમભાઈ દલએ અન્ય પાંચ શખ્સો સાથે મળીને 29/11/2020ના રાત્રીના સમયે અયુબભાઈ દુકાન બંધ કરી જતા સમયે પીછો કરીને પાલીતાણા દાણાપીઠમાં હુમલો કર્યો હતો.આમીન સાથે આવેલા સોહિલ રફીક પટ્ટણીએ લોખંડનો પાઇપ અને છરી વડે હુમલો કરાયો હતો.બાદમાં અયુબભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

બે આરોપીને આજીવન કેદ

આ બનાવ બાદ અયુબના પિતા ઉસ્માનભાઈ સુવાલી સૈયદે છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાલીતાણા પોલીસે છ શખ્સને પકડી પાડ્યા હતા. આ કેસ ભાવનગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટમાં ( Principal District and Sessions Court of Bhavnagar )દલીલો, આધાર પુરાવા અને સાક્ષીના આધારે આમીન ઇબ્રાહિમ દલ અને સોહિલ રફીક પટ્ટણીને વીડિયો કોન્ફરન્સથી આજીવન કેદની સજા સંભળાવી હતી. સજા સાથે બંને આરોપીઓને 25 હજાર દંડ કરવામાં આવ્યો અને 40 હજાર ફરિયાદીને વળતર પેટે આપવા ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચોઃઘોઘાથી હજીરા પોહચેલું જહાજ 2 કલાક પાણીમાં રહેતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

આ પણ વાંચોઃપહેલીવાર ટીકીટ મળી, જીત્યા બાદ ડેપ્યુટી મેયરનો પદભાર સોંપાયો: પ્રેમલસિંહ

ABOUT THE AUTHOR

...view details