ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં વીજવાયર પડતા ત્રણ પશુઓના મોત - vayu cyclone

ભાવનગરઃ ‘વાયુ’ વાવાઝોડા બાદ સતત ત્રીજા દિવસે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત રહ્યું હતું. આ વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કંપનીની કથિત બેદરકારીના કારણે ત્રણ અબોલ પશુઓના મોત નીપજ્યા હતા.

ભાવનગરમાં વીજવાયર પડતા ત્રણ પશુઓના મોત

By

Published : Jun 15, 2019, 11:09 AM IST

ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં વાવાઝોડાના પગલે ફૂંકાયેલા ભારે પવનના કારણે વૃક્ષ નીચે ઉભેલા ત્રણ આખલાઓ પર અકસ્માતે જીવતો વીજવાયર પડતા ત્રણે આખલાઓના વીજ શોકના કારણે ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત પશુઓના મૃતદેહનો નિકાલ કર્યો હતો.

ભાવનગરમાં વીજવાયર પડતા ત્રણ પશુઓના મોત

જો કે, આ ઘટના સ્થળની અત્યંત નજીક જ આંગણવાડી આવેલી હતી. જો જીવતો વીજવાયર આ આંગણવાડી પરિસરમાં પડ્યો હોત તો અહીં મોટી દુર્ઘટના થવાની દહેશત વર્તાઇ હોત. જોકે સદનસીબે દુર્ઘટના ટળી હતી. પરંતુ, આ બનાવે વધુ એક વખત વીજ કંપનીની પોલ છતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details