દેશભરમાં દુષ્કર્મ જેવા અપરાધોનો આંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમયમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓથી દેશ અને રાજ્યભરમાં હાહાકાર મચ્યો છે. ત્યારે વધુ આવી એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાવનગરના પાલીતાણા પંથકમાં એક સગીરાને એકથી વધુ શખ્સો દ્વારા એક વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી પોતાની ભૂખ સંતોષી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાવનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ - દુષ્કર્મ
ભાવનગર: દેશભરમાં વિવિધ દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં સગીરા સાથેના દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પાલીતાણા પંથકની એક સગીરા સાથે છેલ્લા 1 વર્ષમાં અનેકવાર અનેક લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પિતાની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધર્યું છે. તેમજ આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં સગીરાના પિતાએ પાલીતાણા રૂલર પોલીસ મથકમાં ત્રણ ઇસમો અને એક મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવના પગલે પાલીતાણા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સગીરાને મેડીકલ ચેકઅપ માટે લઇ અને ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે નર્સિંગ વિભાગમાં પહોચ્યો હતો અને સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે. જયારે આ બનાવમાં પોલીસ ફરીયાદના આધારે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જયારે હજુ એક મહિલા ફરાર છે.
પ્રાથમિક માહિતી મુજબ જે મહિલા આ દુષ્કર્મની ઘટનામાં સામેલ છે તે બીજી કોઈ નહિ પરંતુ સગીરાની માતા છે. એટલે કે માતાની હાજરીમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, ત્યારે આ ઘટનામાં હજુ અનેક રહસ્યો બહાર આવે તેવુ લાગી રહ્યું છે. જેમાં સગીરાને ઘેન આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી પણ વિગતો મળી રહી છે તો બીજી તરફ એવી વાતો પણ બહાર આવી છે કે, સગીરાના પિતાને ઘેન આપી માતા સગીર દીકરી સાથે દુષ્કર્મ કરાવતી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે, ત્યારે સાચી હકીકત આ બનાવમાં શું છે તે તમામ આરોપીઓ ઝડપાઇ ગયા બાદ જ બહાર આવશે.